Western Times News

Gujarati News

કેટરીના કૈફે વેકેશન દરમિયાનની દરિયાકિનારેથી શેર કરી તસવીર

મુંબઈ, ડિસેમ્બર, ૨૦૨૧માં વિકી કૌશલ સાથે લગ્ન કરનારી બોલિવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ પતિના પરિવાર સાથે સારી રીતે હળી મળી ગઈ છે. ઘણીવાર તે તેમની સાથે હેન્ગ આઉટ કરતી, ડિનર પર જતી, તહેવારો અને ખાસ દિવસની ઉજવણી કરતી જાેવા મળી છે.

બોલિવુડ ડીવાએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પતિ સાથેના એક્ઝોટિક વેકેશન દરમિયાનની બ્લેક મોનોકિનીમાં સ્ટનિંગ તસવીરો શેર કરી હતી. તેના સસરા શામ કૌશલે પણ તસવીરો પર રિએક્શન આપ્યું હતું.

તસવીરોમાં કેટરીના કૈફને બ્લેક કલરના બીચ વેઅરમાં કેમેરા સામે પોઝ આપતી જાેઈ શકાય છે. તેની બ્લેક એન્ડ વ્હાઈટ કલરની રાઉન્ડ કેપ ઓવરઓલ લૂકમાં ચાર ચાંદ લગાવી રહી છે. એક્ટ્રેસની આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે તો વિકીના પિતાએ પણ વહુની તસવીરોને લાઈક કરી છે.

વિકી કૌશલ અને કેટરીના કૈફ હાલમાં જ વેકેશન પર ગયા હતા. જાે કે, તેઓ ક્યા ગયા હતા તેની જાણ ફેન્સને કરી નહોતી. પરંતુ તેમણે ફેન્સ સાથે તેમના એક્ઝોટિક વેકેશનની તસવીરો જરૂરથી શેર કરી હતી અને તે ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી.

વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નને ચાર મહિના થઈ ગયા છે. પરિવારના સભ્યો અને અંગત મિત્રોની હાજરીમાં રાજસ્થાનના એક મહેલમાં કપલના શાહી અંદાજમાં લગ્ન થયા હતા. ૯મી ડિસેમ્બરે તેમણે સપ્તપદીના સાત વચન લીધા હતા. લગ્નના બીજા જ દિવસે વિકી અને કેટરીના હનીમૂન માટે માલદીવ્સ ગયા હતા.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, કેટરીના કૈફ ખૂબ જલ્દી સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘ટાઈગર ૩’માં જાેવા મળવાની છે. આ સિવાય તે ‘ફોન ભૂત’નો પણ ભાગ છે, જેમાં તેની સાથે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી છે.

તેને આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા સાથે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં કાસ્ટ કરવામાં આવી છે, જેનું શૂટિંગ આ વર્ષેના અંતમાં શરૂ થશે.

બીજી તરફ વિકી કૌશલ પાસે ગોવિંદા મેરા નામ, શામ બહાદુર, ધ ઈમોર્ટલ અશ્વથામા અને લક્ષ્ણણ ઉટેકરની સારા અલી ખાન સાથેની અનટાઈલ્ડ ફિલ્મ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.