કેટરીના કૈફ અને રણબીર કપૂર ફરી સાથે કામ કરશે

મુંબઈ, પ્રકાશ ઝા, જેમની વેબ સીરિઝ આશ્રમની ત્રીજી સીઝનની રિલીઝ રાહ જાેવાઈ રહી છે, તેમણે હાલમાં કેટરીના કૈફ અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ રાજનીતિની સીક્વલ વિશે વાક કરી હતી. ફિલ્મમેકરે ફિલ્મ રાજનીતિની સીક્વલની સ્ક્રિપ્ટ લખી નાખી છે.
જાે કે, હજી તેમને નવા વિષયને એક્સપ્લોર કરવાના હજી બાકી છે. પ્રકાશ ઝાના કહેવા પ્રમાણે, જ્યારે સ્ક્રિપ્ટ લખાઈ હતી ત્યારથી અત્યારસુધીમાં રાજકારણમાં ઘણો ફેરફાર આવી ગયો છે. તેઓ હજી પણ અલગ-અલગ વિષય પર કામ કરી રહ્યા છે, તેમ ડિરેક્ટરે એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ બોલિવુડ લાઈફ ડોટ કોમ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું.
ફિલ્મ રાજનીતિ વર્ષ ૨૦૧૦માં રિલીઝ થઈ હતી, જેને દર્શકો તેમજ ક્રિટિક્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. રણબીર કપૂર અને કેટરીના કૈફ સિવાય ફિલ્મમાં અજય દેવગણ, મનોજ બાજપાયી. અર્જુન રામપાલ, નાના પાટેકર, નસરુદ્દીન શાહ, સારા થોમ્પસોન તેમજ શ્રુતિ શેઠ જેવા કલાકારો હતો. ફિલ્મ રાજનીતિ રિલીઝ થઈ તે સમયે કેટરીના કૈફ અને રણબીર કપૂર રિલેશનશિપમાં હતા.
ફિલ્મમાં તેમની કેમેસ્ટ્રી પણ જાેવા જેવી હતી. આશરે ૪-૫ વર્ષના રિલેશનશિપ બાદ તેઓ અલગ થયા હતા. તેથી, હવે ‘રાજનીતિ ૨’માં તેઓ સાથે કામ કરવા તૈયાર થશે કે નહીં તે પણ એક સવાલ છે.
કારણ કે, હાલ બંને એક્ટર જીવનમાં આગળ વધી ગયા છે અને લગ્ન પણ કરી લીધા છે. આશરે બે વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ કેટરીના કૈફે વિકી કૌશલ સાથે ડિસેમ્બર, ૨૦૨૧માં લગ્ન કર્યા હતા. તો કેટરીના સાથે બ્રેકઅપ થયા બાદ રણબીર આલિયા સાથે પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં હતો અને કપલે ૧૪ એપ્રિલે લગ્ન કર્યા હતા.
આ દરમિયન દર્શકો ‘આશ્રમ’ની ત્રીજી સીઝનની રાહ જાેઈ રહ્યા છે, જેમાં બોબી દેઓલ લીડ રોલમાં છે જ્યારે દર્શન કુમાર, ચંદન રોય સન્યાલ મહત્વના રોલમાં છે. સીરિઝ ૩ જૂન, ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે.
પ્રકાશ ઝા બોલિવુડના ટેલેન્ટેડ ડિરેક્ટર્સમાંથી એક છે. તેઓ ગંગાજલ, અપહરણ, મૃત્યુદંડ, ચક્રવ્યૂહ જેવી હિટ ફિલ્મો આપી ચૂક્યા છે. કેટરીના કૈફના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તે ખૂબ જલ્દી ‘ટાઈગર ૩’માં સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે જાેવા મળવાની છે.
આ સિવાય તેની પાસે ફોન ભૂત, મેરી ક્રિસમસ અને જી લે ઝરા જેવી ફિલ્મો છે. બીજી તરફ, રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્રની રિલીઝની રાહ જાેવાઈ રહી છે, જેમાં તે આલિયા ભટ્ટ સાથે જાેવા મળવાનો છે. આ સિવાય તેની પાસે શમશેરા પણ છે.SS1MS