કેટરીના કૈફ અને વિકીએ કાયદાકીય રીતે લગ્ન કર્યા
મુંબઇ, બોલિવુડ કપલ કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નને ત્રણ મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે. કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન રાજસ્થાનના સિક્સ સેન્સિસ ફોર્ટ બરવાડામાં શાહી અંદાજમાં થયા હતા. જેમાં માત્ર પરિવારના સભ્યો અને ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા.
હવે, લેટેસ્ટ રિપોર્ટ્સ પ્રમાણે, કપલે ગત વીકએન્ડમાં કાયદેસર રીતે લગ્ન કર્યા હતા. કેટરીના અને વિકીએ રિપોર્ટ્સ પ્રમાણે, શનિવારે, ૧૯ માર્ચે કોર્ટની મુલાકાત લીધી હતી અને પરિવારની હાજરીમાં મેરેજ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી હતી. પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, કપલે તેમના પરિવાર સાથે પોપ્યુલર રેસ્ટોરન્ટમાં ડિનર લઈને પ્રસંગનું સેલિબ્રેશન કર્યું હતું. સિમ્પલ કેઝ્યુઅલ આઉટફિટમાં, વિકી કૌશલ અને તેની પત્ની કેટરીના કૈફ જાેવા મળ્યા હતા.
વિકીએ ડેનિમ અને બ્લેક ટીશર્ટ જ્યારે કેટરીનાએ બ્લૂ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. આ ફેમિલી ડિનરમાં વિકી કૌશલના માતા-પિતા વીણા કૌશલ અને શામ કૌશલ, ભાઈ સની કૌશલ અને કેટરીના કૈફના મમ્મી જાેડાયા હતા. જાે કે, બંનેએ ખરેખર ક્યારે સહી કરી તે અંગે કોઈ પુષ્ટિ નથી.
તેમના ગ્રાન્ડ વેડિંગ પહેલા, લવબર્ડ્સે વિકી કૌશલના ઘરે યોજાયેલી સેરેમનીમાં તેમના લગ્ન રજિસ્ટર્ડ કરાવ્યા હોવાના રિપોર્ટ્સ હતા. કેટરીના તેના પરિવાર સાથે વિકીના ઘરે જતી જાેવા મળી હતી, તેના પરથી બંનેએ સ્પેશિયલ મેરેજ એક્ટ, ૧૯૫૪ હેઠળ લગ્ન રજિસ્ટર્ડ કરાવ્યા હશે તેવી અટકળો શરૂ થઈ હતી.
રિપોર્ટ પ્રમાણે, વિકી કૌશલના પિતા અને સ્ટંટ ડિરેક્ટર શામ કૌશલ પણ તેમના ઘર બહાર ઉભેલા ફોટોગ્રાફર્સ બરાબર જમ્યા કે નહીં તેની ખાતરી કરવા માટે બહાર આવ્યા હતા. તેમણે કપલની ઝલક મેળવવા માટે ધીરજથી રાહ જાેઈ રહેલા ફોટોગ્રાફર્સને ફૂડ બોક્સ આપ્યા હતા. તેના પરથી તેવી ખબર શરૂ થઈ હતી કે, દંપતી કાયદેસર રીતે પતિ-પત્ની બન્યા હોવાથી આ સેલિબ્રેશનનો એક ભાગ હોઈ શકે છે.
લગ્ન થયા ત્યારથી, વિકી કૌશલ અને કેટરીના કૈફ તેમના ફેન્સને કપલ્સ ગોલ્સ આપી રહ્યા છે. ગત ગુુરુવારે પણ જ્યારે તેઓ કરણ જાેહરે તેના મિત્ર અપૂર્વ મહેતા માટે રાખેલી બર્થ ડે પાર્ટીમાં હાજર રહ્યા ત્યારે સૌની નજર તેમના પર જ ચોંટેલી રહી હતી. પાર્ટીમાં ંબંનેએ હાથમાં હાથ પરોવીને એન્ટ્રી મારી હતી અને કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા.SSS