કેટરીના કૈફ અને વિકી કૌશલ સગાઈ કરવાના નથી: સની કૌશલ
મુંબઇ, તાજેતરમાં એવા વાવડ સામે આવ્યા હતા કે, કેટરીના કૈફ અને વિકી કૌશલ સગાઈ કરવાના છે. હવે વિકી કૌશલના ભાઈ સની કૌશલે આ વાવડ પર મોટી અને મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે એવું કહ્યું કે, જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે આખો પરિવાર પેટ પકડીને હસી રહ્યો હતો. વિકી કૌશલ અને કેટરીના કૈફ બોલિવુડની સૌથી વધુ પસંદ થતી જાેડી છે.
જાેકે, બંનેએ ક્યારેય પોતાની રીલેશનશીપ વિશે કોઈ મગનું નામ મરી પાડ્યું નથી. કોઈ નામ ધરાવતી રીલેશનશીપનો સ્વીકાર પણ કર્યો નથી. પણ અનેક એવા પ્રસંગો પર બંને સાથે જાેવા મળ્યા છે. ગત મહિને વિકી કરણ જાેહરની ફિલ્મ ‘મિસ્ટર લેલે’ની શુટિંગમાં વ્યસ્ત હતો.
આ ફિલ્મમાં એની સાથે કિયારા અડવાણી કામ કરી રહી છે. એનો રોલ પણ મહત્ત્વનો છે. જ્યારે કેટરીના કૈફ ટાઈગર ૩ના શુટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન વાવડ મળ્યા હતા કે, વિકી અને કેટરીનાની સગાઈ થઈ ચૂકી છે.
સોશિયલ મીડિયા પર આ વાવડ વનમાં લાગેલી આગની જેમ ફેલાયા હતા. પછી કેટરીના કૈફની ટીમે આ વાતનું ખંડન કર્યું હતું. હવે વિકી કૌશલના ભાઈ સની કૌશલે આ વાત પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે એવું કહ્યું કે, આ વાત જરા પણ સાચી નથી.
જ્યારે આ વાવડ મળ્યા ત્યારે આખો પરિવાર પેટ પકડીને હસ્યો હતો. વિકી એ દિવસે જીમમાં ગયો હતો. એ વખતે આ વાત જાણવા મળી હતી. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે માતા પિતાએ મજાકમાં પૂછ્યું હતું, અરે યાર તારી તો સગાઈ થઈ ગઈ. મિઠાઈ તો ખવડાવ.
વિકીએ કહ્યું કે, જેટલી અસલી સગાઈ થઈ છે એટલી અસલી મીઠાઈ પણ ખાઈ લો. ત્યાર બાદ સૌ કોઈ હસવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેટરીના કૈફ અને વિકી કૌશલના અફેરની ખાતરી સોનમ કપૂરના ભાઈ હર્ષવર્ધન કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહી હતી. જેને લઈને કેટરીના કૈફ નારાજ થઈ ગઈ હતી. જાેકે, હાલમાં બંને પોતપોતના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. સગાઈના વાવડને લઈને ખાસ બંનેમાંથી કોઈએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી નથી. માત્ર બોલિવૂડ ટાઉનમાં ઉડતી અફવા છે.HS