કેટરીના કૈફ સાસુ-સસરાને મળવા તેમના ઘરે પહોંચી ગઈ
મુંબઈ, લગ્ન બાદ રવિવારે કેટરીના કૈફ અને વિકી કૌશલે નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો. કપલે નવા ઘરમાં પૂજા કરી હતી અને તેમાં પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. નવા ઘરમાં ગોઠવાયા બાદ વિકી કૌશલે કામ શરૂ કરી દીધું છે અને કેટરીના કૈફ આગામી સમયમાં તેની અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટે જવાની છે.
સોમવારે વિકી કૌશલ શૂટિંગ માટે ઈન્દોર ગયો હતો તો કેટરીના કૈફ સાસુ-સસરાને મળવા પહોંચી ગઈ હતી. વિકી અને કેટરીનાનું નવું ઘર જૂહુમાં છે જ્યારે સાસુ-સસરા અંધેરીમાં રહે છે. કેટરીના કૈફ સાસુ-સસરાને મળવા માટે કાર મારફતે પહોંચી તેની તસવીરો વાયરલ થઈ રહી છે.
તસવીરમાં કેટરીના કૈફ કારની પાછળની સીટમાં બેઠી છે અને ફોન પર કોઈની સાથે વાત કરવામાં વ્યસ્ત છે. તેણે ગ્રે કલરનું સ્વેટશર્ટ પહેર્યું હતું, આ સિવાય કલરનો ચૂડો પણ પહેર્યો હતો, જે નવી દુલ્હન પહેરે છે. તેણે ગોગલ્સ ચડાવીને રાખ્યા હતા અને વાળ ખુલ્લા રાખ્યા હતા. કેટરીના કૈફ અને વિકી કૌશલે તેમના નવા ઘરની બાલ્કનીમાંથી સી વ્યૂની ઝલક દેખાડી હતી.
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બંનેએ એકબીજાનો હાથ પકડી રાખ્યો હોય તેવી તસવીર શેર કરી હતી, જેના બેકગ્રાઉન્ડમાં દરિયો દેખાતો હતો. તસવીરની સાથે એક્ટ્રેસે ઘર લખ્યું હતું. વિકી કૌશલ અને કેટરીના કૈફ ૯મી ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા હતા. રાજસ્થાનના સિક્સ સેન્સિસ ફોર્ટ બરવાડામાં પરિવારજનો અને મિત્રોની હાજરીમાં હિંદુ વિધિથી લગ્ન કર્યા હતા.
લગ્નના બીજા જ દિવસે તેઓ હનીમૂન માટે માલદીવ્સ ઉપડી ગયા હતા અને ગયા અઠવાડિયે મુંબઈ પરત ફર્યા હતા. ઘરે પરત આવ્યા બાદ તેણે સાસરિયામાં પહેલી રસોઈ બનાવી હતી. તેણે મીઠાઈમાં શીરો બનાવ્યો હતો અને તેની તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી.
તસવીરની સાથે તેણે લખ્યું હતું ‘મેં બનાવ્યો’ અને ‘ચોકા ચઢાના’. જેનો અર્થ થાય છે પહેલી રસોઈનો રિવાજ. વિકી કૌશલે પણ શીરાની તસવીર શેર કરીને લખ્યું હતું ‘બેસ્ટ શીરો’. જણાવી દઈએ કે, વિકી કૌશલ અને કેટરીના કૈફ બે વર્ષથી રિલેશિનશિપમાં હતા.SSS