કેટરીના સાથે સરખામણીથી ઘણી મુશ્કેલીનો સામનો કર્યો
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાને કહ્યું, બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલાં, દરેક મને કહેતા હતા કે હું મારી માતા જેવી લાગુ છું. પછી અહીંયા આવ્યા બાદ મને ખબર પડી કે હું કેટરીના જેવી પણ દેખાઉં છું અને આ બોલિવૂડમાં મારી એકમાત્ર ઓળખ બની ગઈ છે. તેણે એવું પણ કહ્યું, લોકોને મારા વિશે મત રજૂ કરવાનો અવસર ન આપવામાં આવ્યો કારણકે વીર ફિલ્મના રિલીઝ પહેલાં જ લોકોના દિમાગમાં કેટરીના એન્ગલ બેસી ગયો હતો.
ઝરીનનું માનવું છે કે કેટરીના કૈફ જેવી લાગવાને કારણે તેના કરિયરમાં ઘણી મુશ્કેલી આવી છે. ઝરીને કહ્યું, લોકો ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે આવે છે નહીં કે કોઈની જેમ બનવા માટે. મેં ૧૧ વર્ષ સુધી બોલિવૂડમાં ખુદની ઓળખ બનાવવા માટે સ્ટ્રગલ કર્યું છે. પણ આજે પણ લોકો મને બોલિવૂડમાં કેટરીના જેવી દેખાનારી તરીકે ટેગ કરે છે. જાે હું ઇન્ડસ્ટ્રીમાં ન હોત તો મને આ સાંભળીને ઘણી ખુશી મળતી કે હું કેટરીના કૈફ જેવી દેખાઉં છું
કારણકે તે ઘણી સુંદર છે. ઝરીને ખુલાસો કર્યો કે તેના અપિયરન્સની બોલિવૂડના અન્ય સેલેબ્સ સાથે પણ સરખામણી થઇ છે. અમુક લોકો મને પૂજા ભટ્ટ જેવી ગણાવે છે. તો કોઈ પ્રીતિ ઝિન્ટા કહે છે, તો અમુક લોકો સની લિયોનીની ડુપ્લિકેટ પણ કહે છે.
તેણે કહ્યું, મને લાગે છે કે મારો ફેસ યુનિવર્સલ છે અને હું ઘણા બધા લોકો જેવી દેખાઉં છું. ઝરીને મજાકમાં એવું પણ કહ્યું, મને એ નથી સમજાતું કે લોકોને હું ઝરીન ખાન જેવી કેમ નથી દેખાતી?’ ઝરીને કહ્યું કે, સ્નેહા ઉલ્લાલ, જેને સલમાન ખાને ફિલ્મ લકીમાં લોન્ચ કરી હતી. તેને તે સમયે ઐશ્વર્યા રાયની ડુપ્લિકેટ કહેવામાં આવતી હતી અને તેનાથી તેનું કરિયર બરબાદ થઇ ગયું હતું.
અમિષા પટેલને અમૃતા સિંહ સાથે સરખાવવામાં આવી અને હરમન બાવેજાને હ્રિતિકના ડુપ્લિકેટનું ટેગ આપવામાં આવ્યું હતું. કોઈપણ બોલિવૂડમાં કોઈનું ડુપ્લિકેટ બનીને રહેવા નથી ઇચ્છતું અને ફિલ્મમેકર્સ પણ ડુપ્લિકેટ સાથે કામ કરવા નથી ઇચ્છતા.
ઝરીને ૨૦૧૦માં ફિલ્મ વીરથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેણે ફિલ્મમાં સલમાન સાથે કામ કર્યું હતું અને તે ત્યારના સમયની સુપરહિટ ફિલ્મોમાંની એક હતી. ત્યારબાદ તે હેટ સ્ટોરી ૩, હાઉસફુલ ૨, અક્સર ૨, વજહ તુમ હો જેવી ફિલ્મોમાં દેખાઈ હતી.