કેટલાક સમયથી ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધી ગઈ
અમદાવાદ, વિશ્વમાં અફીણના સૌથી મોટા ઉત્પાદક અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળતાની સાથે જ યુએઈમાં ડ્રગ્સ કાર્ટેલના મોટા માથા ભેગા થયા હતાં અને મોટા પાયે ડ્રગ્સ વેચવાનું નક્કી કર્યું હતું. ડ્રગ માફિયાઓ ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં હેરોઈનનો વિપુલ જથ્થો ઘુસાડવા માટે બેતાબ છે.
એટીએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ૧૨૦ કિલો હેરોઈનનો માલ મોકલનાર – ઝાહિદ બશીર બલોચ આરોપી મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બર જાેડિયાને મળ્યો હતો અને હુસૈનનો ભાઈ ઈસા રાવ લગભગ ત્રણ વર્ષથી સતત બલોચના સંપર્કમાં હતો. ૨
૩ ઓક્ટોબરે પાકિસ્તાનની દરિયાઈ સીમામાં હુસૈન અને તેના સહાયકોને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદની નજીક ડ્રગ સપ્લાય કરવામાં આવે તે પહેલાં હુસૈન અને બલોચ વચ્ચે મુલાકાત થી હતી જેમાં બલોચે તેને વહેલામાં વહેલી તકે માલ વેચવાનું કહ્યું હતું.
આ સમયે બલોચમાં પોતાનું ડ્રગ્સ વેચી દેવાની એક ઉતાવળ જાેવા મળી હતી કારણ કે તે પણ જાણતો હતો કે તાલિબાન સરકાર કદાચ અફઘાનિસ્તાનમાં તેની જમીન પર અફીણ અથવા ડ્રગના કોઈપણ વેપારને મંજૂરી આપશે નહીં.
ગુજરાત એટીએસ ઉપરાંત અન્ય એજન્સીઓના અધિકારીઓનું માનવું છે કે અફઘાનિસ્તાનમાં ઉત્પાદિત હેરોઈનને ભારતમાં ઘુસાડવા માટે તમામ ડ્રગ્સ માફિયાઓ ભેગા મળીને પ્રયાસો કરી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્રગ માફિયાઓને માત્ર તાલિબાન દ્વારા ડ્રગ્સનો સ્ટોક જપ્ત કરવાનો ડર જ નથી, પરંતુ ભારે નાણાકીય નુકસાન સાથે સાથે જાે તેઓ માદક દ્રવ્યોના વેપારમાં પકડાય તો તેમને તાલિબાન તરફથી સજા થવાનો ભય પણ સતાવી રહ્યો છે.
આ તમામ બાબતોને જાેતા પાકિસ્તાનની ડ્રગ્સ ગેંગના માફિયાઓ સતત પોતાનો ડ્રગ્સનો માલ ભારતમાં ધકેલી દેવા માટે ઉતાવળ કરતાં જાેવા મળી રહ્યા છે. તેમજ તેમના માટે ૧૬૦૦ કિમી જેટલો લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું દ્વાર છે.
છેલ્લા કેટલાક મહિનાઓની જ વત કરવામાં આવે તો ૧૩ સપ્ટેમ્બરના રોજ મુદ્રા પોર્ટ પરથી ૨૧ હજાર કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્ત થયું હતું. જે બાદ તાજેતરમાં ૧૦ નવેમ્બરના રોજ દ્વારકા નજીકથી ૩૧૫ કરોડ રુપિયાનું ડ્રગ્સ તપાસ એજન્સીઓ જપ્ત કર્યું હતું.
આવી જ રીતે આ જ વર્ષે જુલાઈ અને એપ્રિલ મહિનામાં પણ પોરબંદરમાંથી અનુક્રમે ૧૫૦ અને ૩૫૦૦ કરોડ રુપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. જેમાં હવે રવિવાર-સોમવારની રાતે મોરબી નજીકથી રુ. ૬૦૦ કરોડનું ડ્રગ્સ પણ પકડાયું છે.SSS