કેટલીકવાર અટકળોની ખરાબ અસર તમારા રિલેશનશિપ પર પડે છેઃ અર્જુન

મુંબઇ, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા છેલ્લા ઘણા વર્ષથી રિલેશનશિપમાં છે. મલાઈકા ઉંમરમાં અર્જુન કરતાં ૧૨ વર્ષ મોટી છે, વધુમાં તે ૧૮ વર્ષના દીકરા અરહાનની મમ્મી છે, જેના કારણે બંનેને અવારનવાર ટ્રોલિંગનો સામનો કરવો પડે છે.
હાલમાં એક ઈન્ટરવ્યૂમાં, અર્જુન કપૂરે આ મુદ્દે વાત કરી હતી અને કહ્યું હતું કે લોકોને ગોસિપ કરી અને અન્યના જીવન વિશે ચર્ચા કરવાનું ગમે છે. એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં, અર્જુન કપૂરે કહ્યું હતું કે લોકોને તમારા સંબંધો વિશે અટકળો લગાવવા દઈને તમે તમારા સંબંધોને અર્થહીન સમજાે છો. તેના કહેવા પ્રમાણે, તે વિશે જાહેરમાં જ વાત કરીને એક લિમિટ નક્કી કરી દેવી જરૂરી છે.
ઈન્ટરવ્યૂમાં અર્જુન કપૂરે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે જ્યારે વાત અંગત જીવનની આવે છે ત્યારે અટકળોના બદલે શું થાય છે કે એક સમયે તમને સમજાય છે કે, જેટલી વધારે અટકળો તમે લોકોને લગાવવા દો છો ત્યારે તેઓ ગમે તે લખી દે છે અથવા કોઈ પણ લાગણી મનમાં રાખ્યા વગર લખી દે છે. જેની અસર તમારા સંબંધો પર પડે છે અને એક સમયે તમને એકબીજાની લાગણી અર્થહીન લાગે છે.
જાે તમે રિલેશનશિપ યથાવત્ રાખવા માગતા હો તો તેને માન આપો અને બહાર નીકળીને કહી દો કે, આ અમારી સીમા છે અને હવે અમે સાથે છીએ. વધુમાં એક્ટરે કહ્યું હતું કે, ભારતમાં લોકોને ગોસિપ કરવી અને અન્યના જીવન વિશે ચર્ચા કરવી ગમે છે.
તેઓ ક્યારે લગ્ન કરશે? તેઓ સાથે સારા નથી લાગતા આવી વાતો વધારે પસંદ કરે છે. તેના કહેવા પ્રમાણે, માત્ર એક શુક્રવાર અથવા ઈન્ટરવ્યૂની જરૂર પડે છે, જ્યાં તમને પોતાને સમજાવવામાં માત્ર એટલા સમયની જરૂર પડે છે કે, તમારા વિશે લોકોની ધારણા બદલાતી રહે છે.
અગાઉ, એક ઈન્ટરવ્યૂમાં અર્જુન કપૂરે લેડી લવ મલાઈકા અરોરાના વખાણ કર્યા હતા અને તે ટ્રોલિંગ તેમજ નેગેટિવિટીને કેવી રીતે સંભાળી લે છે તેના વિશે વાત કરી હતી. તેણે તેમ પણ કહ્યું હતું કે, જ્યારે તે મલાઈકા સાથે હોય છે ત્યારે એક્સ્ટ્રા ઓર્ડિનરીની લાગણી આવે છે.SSS