કેટ-વિકીના લગ્નમાં માત્ર નવ સ્ટાર્સને જ આમંત્રણ
મુંબઈ, રાજસ્થાનના સવાઈ માધોપુર પાસેની સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં કેટરિના અને વિક્કી કૌશલના લગ્ન યોજાવાના છે. બંનેના લગ્ન પહેલા મહેંદી સેરેમની પણ યોજાશે.જાણવા મળતી વિગતો પ્રમાણે આ લગ્ન માટે માત્ર ૧૨૦ લોકોને આમંત્રણ અપાયા છે અને તેમાં બોલિવૂડની નવ જ સેલિબ્રિટીઓ સામેલ છે.
લિસ્ટમાં જેમના નામ છે તેની જાણકારી આ પ્રમાણે છે- ફરાહ ખાન, કરણ જાેહર, નિત્યા મહેરા, અંગદ બેદી, નેહા ધૂપિયા, શારવરી વાઘ(સની કૌશલની ગર્લ્ફ્રેન્ડ), કબીર ખાન, મિની માથુર, અંગિતા ધર, કેટરિનાના ડોકટર જ્વેલ ગમાડિયા, કેટરિનાની ફિટનેસ ટ્રેનર ચાસમીન કરાચીવાલા, હેર સ્ટાઈલિસ્ટ અમિત ઠાકુર, મેકઅપ આર્ટિસ્ટ ડેનિયલ. આમંત્રિતોના લિસ્ટમાં સલમાન અને અક્ષય કુમારના નામ પણ નથી.બંને કેટરિનાના નિકટના મિત્રો મનાય છે.SSS