Western Times News

Gujarati News

કેડીલા ફાર્માએ કર્મચારીઓ સાથે નવરાત્રી ઉજવી

ફાર્મા ક્ષેત્રની આ અગ્રણી કંપનીએ નોરતાંની રોજે રોજ ઉજવણી કરી હતી અને કંપનીનાં વિવિધ સ્થળોએ કર્મચારીઓએ નવરાત્રી મનાવી હતી.

અમદાવાદ: અમદાવાદ સ્થિત કેડિલા ફાર્માસ્યુટિકલ્સે નવરાત્રીના નવદિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી. ફાર્મા ક્ષેત્રની આ અગ્રણી કંપનીએ તેના કર્મચારીઓ મન મુકીને તહેવાર માણી શકે તે માટે  ગરબા નાઈટસથી માંડીને રંગબેરંગી થીમ ડ્રેસીંગ સાથે  વિવિધ કાર્યક્રમોનુ આયોજન કર્યું હતું. દર વર્ષે કેડીલા ફાર્મા તેની પોતાની ગરબા નાઈટ ખેલૈયા નુ આયોજન કરે છે. આ વર્ષે કેડીલાએ  તેના કર્મચારીઓ તથા તેમના પરિવારોને આમંત્રીને  વિવિધ સ્થળોએ નવરાત્રીની ઉજવણી કરી હતી.

ગરબા નૃત્ય પહેલાં મહા આરતી યોજાતી હતી અને તમામ કર્મચારીઓ દેવીની પ્રાર્થના કરતા હતા એ પછી રાસ યોજાતા હતા, જેમાં દરેક વ્યક્તિ પોતાનુ કૌશલ્ય દર્શાવતી હતી. છેલ્લે ભવ્ય ભોજન યોજાતુ હતિ, જેમાં વિશિષ્ટ ગુજરાતી ભોજન પિરસાતુ હતુ. ઉજવણી માત્ર ગરબા નાઈટ પૂરતી સિમિત રહેતી ન હતી. કેડીલાએ એ બાબતની ખાત્રી રાખી હતી કે નોરતાના  નવે નવ દિવસ કર્મચારીઓ ઉત્સવના રંગે રંગાયેલા રહે. દરેક દિવસ માટે એક કલર થીમ નક્કી કરવામાં આવતો હતો. એ દિવસે તમામ કર્મચારી નક્કી કરાયેલા રંગ મુજબ પરંપરાગત વસ્ત્રો પહેરીને ઉજવણી કરતા હતા.

કેડીલાના કર્મચારીઓમાં સમગ્ર દેશમાંથી આવતા લોકોનો સમાવેશ થાય છે, અને ઘણા કર્મચાપી ગુજરાતમાં નવરાત્રીના મહત્વ અંગે સંપૂર્ણ જાણકાર હોતા નથી.કેડીલા જણાવે છે કે નવ દિવસ સુધી કર્મચારીઓને નવરાત્રી અંગે  તથા દવીનાં વિવિધ સ્લરૂપો  અંગે જાણકારી આપવાનો કાર્યક્રમ યોજાતો હતો.  આ પહેલ મારફતે કર્મચારીઓને નવરાત્રી અંગે  તમજ ભ્રૂણ હત્યા, જેવાં દૂષણો તેમજ  મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન તેમજ સરળ અને તંદુરસ્ત જીવન અંગે  તેમજ ભેદભાવ મુક્ત જીવન અને ખાસ કરીને જળ સંરક્ષણ તથા પર્યાવરણન સંતુલન અંગે  જાગૃતિ ઉભી કરવા પ્રયાસ કરાય છે.

કંપનીનાં તમામ સ્થળોએ  કર્મચારીઓ માટે  ગરબા શિખવવા તથા ગરબાના કૌશલ્યને તાજુ કરવા 10 દિવસની ગરબા વર્કશોપનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે એક ગરબા ટ્રેઈનરની પણ નિમણુક કરવામાં આવી હતી. સમગ્ર નવરાત્રીએ રોજબરોજની કામગીરીમાં વિરામ આપતી એક ઉત્સાહક પ્રવૃત્તિ છે. તમામ પ્રવડતિઓમાં ભાગ લઈ શકાય તે માટે કર્મચારીઓ કામની વહેલી શરૂઆત કરતા હતા અને એ બાબતનુ ધ્યાન  રાખતા હતા કે રોજબરોજના કામકાજને કોઈ અસર થાય નહી.

“નવરાત્રીની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી કરવામાં આવે છે. આ તહેવાર તમામ લોકોમાં ભાઈચારા અને બિરાદરીની ભાવના પેદા કરે છે. કામકાજના કલાકોમાં સાથે કામ કરતા લોકો આ દિવસોમાં મિત્રો બની જાય છે. એક સુખદ પરિવર્તન તરીકે આ વર્ષે અમે ખ્યાલ રાખ્યો હતું કે નવરાત્રીની    ઉજવણી ખૂબ જ ભવ્ય બની રહે. તમામ સ્તરના કર્મચારીઓ સાથે મળીને આનંદપૂર્વક ઉજવણી કરતા જોવા મળ્યા હતા. એનાથી ઉત્પાદકતાને વેગ મળશે અને કર્મચારીઓને પણ લાગશે કે તેમની કાળજી લેવાઈ રહી છે. ” તેમ કેડીલા ફાર્માસ્યુટિકલ્સના સીએચઆરઓ ડો. સુનિલ સિંઘ જણાવે છે.

કેડીલા ફાર્માસ્યુટિકલ્સને તાજેતરમાં તેમની શિખવાની અને વિકાસની ધગશને કારણે TISS Leap Vault Summitમાં એવોર્ડ  અને ઓબ્જર્વર નાઉ  ફ્યુચર ઓફ વર્કપ્લેસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કેડીલાને તાજેતરમાં  કર્મચારીલક્ષી ફ્યુચરીસ્ટીક વર્કપ્લેસ તરીકે ઓબ્ઝર્વર નાઉ ફ્યુચર ઓફ વર્કપ્લેસ એવોર્ડ  અને વર્લ્ડસ્ટાર પેકેજીંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.