Western Times News

Gujarati News

કેડીલા ફાર્માએ  ફંગલ રોગોની સારવાર માટે પોસાકોનાઝોલ રજૂ કરી

અમદાવાદ, ફાર્મા ક્ષેત્રની ટોચની કંપની કેડીલા ફાર્માસ્યુટિકલ્સે  એક નવા ટ્રાયઝોલ એન્ટીફંગલ દવા પોસાકોનાઝોલ રજૂ કરી છે, જે વિવિધ પ્રકારના ઈન્વેઝીવ ફંગલ રોગો સામે અસરકારક જણાઈ છે. આ દવાની ભલામણ મ્યુકોરમાયકોસીસની અથવા તો બ્લેક ફંગસના નામે જાણીતી બિમારીની સેકન્ડલાઈન ટ્રીટમેન્ટ માટે પણ કરવામાં આવે છે.

પોસાકોનાઝોલ એ એસ્પરગિલસ અને ઈમ્યુનોકોમ્પ્રોમાઈઝડ દર્દીઓમાં  કેન્ડીડા ઈન્ફેક્શન માટે માન્યતા પામેલી દવા છે અને તે ભારે જોખમ ધરાવતા ઈન્ફેક્શન્સ અને ઓર્ફરી નેગલ કેન્ડીડાડાયાસિસ (ઓપીસી) માટે ઉપયોગમાં લેવાય છે. પોસ્કાડ બ્રાન્ડ નેમ હેઠળ ઉપલબ્ધ કરાયેલી આ દવા હાલમાં સસ્પેન્શન અને ટેબ્લેટ સ્વરૂપે ઉપલબ્ધ છે. તેના ઈન્જેક્ટીબલ સ્વરૂપે ઉત્પાદનની પ્રક્રિયા પાઈપલાઈનમાં છે અને ટૂંક સમયમાં તેની રજૂઆત કરવામાં આવશે.

કેડિલા ફાર્માસ્યુટિકલ્સના પ્રેસિડેન્ટ સેલ્સ એન્ડ માર્કેટીંગ, શ્રી ઓ. પી. સિંઘ જણાવે છે કે “કેટલાક અભ્યાસોમાં એ પૂરવાર થયું છે કે અન્ય એઝોલ એન્ટીફંગલ્સ સાથે તુલના કરવામાં આવે તો તે કોરોનાના દર્દીઓમાં ઘાતક મ્યુકોરમાયકોસીસના ચેપમાં પોસાકોનાઝોલ મ્યુકોરેલ્સની વિવિધ જાત સામે વધુ અસરકારક પૂરવાર થઈ છે. પોસાકોનાઝોલ ઈન્વેઝીવ મોલ્ડ ઈન્ફેક્શન્સ અને હઠીલા તેમજ સહન કરી ના શકાય તેવા અન્ય એન્ટીફંગલ એજન્ટસથી બચવા માટે ઉપયોગ કરાતા સફળ પૂરવાર થઈ છે.”

શ્રી ઓ. પી. સિંઘે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોરાના-19 મહામારીની બીજી લહેરમાં કોવિડ પછીની અસર તરીકે મ્યુકોરમાયકોસીસના કેસમાં ભારે વધારો થયો છે. કોવિડ-19 અંગેના નેશનલ ટાસ્કફોર્સે કોવિડ સંબંધી મ્યુકોરમાયકોસીસની સારવાર અને વ્યવસ્થાપન માટે અન્ય ઔષધોની સાથે સાથે પોસાકોનાઝોલની ભલામણ કરવામાં આવે છે.

મહત્વની બાબત એ છે કે પોસાકોનાઝોલ કોવિડ-19ના દર્દીઓને થતા ઘાતક મ્યુકોરમાયકોસીસ માટે મ્યુકોરલ્સની ઘણી જાત સામે અન્ય એઝોલ્સ કરતાં વધુ સક્રિય છે અને પોસાકોનોઝોલનો અન્ય એન્ટીફંગલ એજન્ટ સાથે સમન્વય કરાય તો તે એકરૂપતા ઉભી કરે છે. “આથી ફંગલ ચેપની સારવાર મુશ્કેલ હોય ત્યારે સિંગલ કે કોમ્બીનેશન  ડ્રગ તરીકે તે ખૂબ જ ઉપયોગી નિવડે છે” તેમ શ્રી સિંઘે વધુમાં જણાવ્યું હતું.

શ્રી સિંઘ જણાવે છે કે “અમે હોસ્પિટલોને અગ્રતાના ધોરણે આ દવા પૂરી પાડવાની ખાત્રીપૂર્વકની વ્યવસ્થા ઉભી કરી છે. અમે અમારા 4,000થી વધુ સબળ વિતરકોના નેટવર્ક મારફતે આગામી થોડા સપ્તાહોમાં 1000થી વધુ  હોસ્પિટલો સુધી પહોંચવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.”

પોસાકોનાઝોલ ફંગસની વૃધ્ધિ અટકાવીને ઉત્તમ સેફ્ટી પ્રોફાઈલનું નિર્માણ કરે છે. લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાય તો પણ તેની ગંભીર આડઅસરો ખૂબ જ જૂજ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.