કેડીલા ફાર્માને ‘ઓબ્ઝર્વનાઉ ફ્યુચર ઓફ વર્કપ્લેસ’ એવોર્ડ
અમદાવાદની ફાર્મા ક્ષેત્રની ટોચની કંપની કેડીલા ફાર્માસ્યુટિકલ્સને પ્રતિષ્ઠિત ‘ ઓબ્ઝર્વઉ ફ્યુચર ઓફ વર્કપ્લેસ‘ એવોર્ડ
અમદાવાદ નોઈડામાં બુધવાર તા. 11 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા એક ભવ્ય સમારંભમાં વિવિધ સંસ્થાઓના 50થી વધુ ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર અને એચઆર હેડની હાજરીમાં કેડીલા ફાર્માસ્યુટિકલ્સને ‘ ઓબ્ઝર્વનાઉ ફ્યુચર ઓફ વર્કપ્લેસ‘ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
કેડીલા ફાર્મા અને તેના એચઆર લીડર્સને જ્યુરીના પ્રતિષ્ઠિત સભ્યોએ આકરી પસંદગી પ્રક્રિયા અનુસર્યા પછી ‘ ઓબ્ઝર્વનાઉ ફ્યુચર ઓફ વર્કપ્લેસ‘ સિરીઝના વિજેતા તરીકે જાહેર કર્યા હતાં.
“આ પસંદગી ક્પનીમાં ઉપયોગમાં લેવામાં આવતી ટેકનોલોજીઝ, એચઆર નીતિઓને અને સંસ્થામાં કર્મચારીઓ માટે મૈત્રીપૂર્ણ વલણ દાખવનાર ભવિષ્યલક્ષી વર્કપ્લેસ ધરાવનાર કંપની તરીકે પસંદગી કરવામાં આવી હતી.“ એવું કેડીલા ફાર્માસ્યુટિકલ્સની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. કેડીલા ફાર્માસ્યુટિકલ્સ ઉપર દર્શાવેલા તમામ માપદંડોમાં સારી કામગીરી દર્શાવી હતી. અને તેનો 20 વિજેતાઓમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ મેળવવા 50 કંપનીઓ મેદાનમાં હતા.
કેડીલા ફાર્માસ્યુટિકલ્સે તાજેતરમાં ટીઆઈએસએસ લીપ વોલ્ટ સમિટ, લર્નીંગ અને ડેવલપમેન્ટ પ્રયાસો માટે મળેલા એવોર્ડ પછી તાજેતરમાં આ અવાર્ડ એનાયતકરવામાં આવ્યો છે.