કેદારનાથના સોન્ગ ઉપર ડાન્સ કરતા હાથણીનો વીડિયો વાયરલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Kedarnath.jpg)
કેરળ: ભારતમાં બોલીવુડ ફિલ્મ જાેઈ ન હોય તેવો વ્યક્તિ ભાગ્યે જ જાેવા મળશે. ફિલ્મના શોખીન કોઈને કોઈ અભિનેતા કે અભિનેત્રીનો ચાહક હોય જ છે. જાેકે, આવી ચાહત માત્ર માણસજાત પૂરતી સીમિત નથી. તાજેતરમાં હાથી ગીત ગાતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વીડિયોને ઇન્સ્ટાગ્રામમાં કેરલ એલિફંટ એન્ડ ફિચર્સ નામના પેજ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં સારા અલી ખાન અને સ્વ. સુશાંત સિંઘ રાજપૂત અભિનીત ફિલ્મ કેદારનાથના નમો નમો શંકરા ગીતની ધુન ઉપર હાથી નૃત્ય કરી રહ્યું હોવાનું જાેવા મળે છે.
આ વીડિયોએ અનેક લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયોમાં જાેવા મળેલી હાથણીનું નામ લક્ષ્મી છે. વીડિયોમાં તે તેના પગ હલાવી સ્ટેપ કરતી હોય તેવી દેખાય છે. નમો નમો શંકરા ગીત ઉપર માથું, સૂંઢ અને પૂછડીને હાળવી કરેલું નૃત્ય ખૂબ નયનરમ્ય લાગે છે. લક્ષ્મી કર્ણાટકના કોડ્યાક મંદિરની હાથણી છે. ઈન્સ્ટાગ્રામમાં આ વીડિયોને ૬ હજાર લાઈક મળી ચૂકી છે. લોકો આ વીડિયો પર મન મૂકીને કોમેન્ટ કરી રહ્યા છે.
લક્ષ્મીનુ નૃત્ય લોકોને ખૂબ ગમી રહ્યું છે. એક યૂઝરે લખ્યું છે કે, આ હાથી તો મારા કરતા પણ વધુ સારો ડાન્સ કરી શકે છે. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે, અત્યાર સુધીમાં મેં જાેયેલા હાથીમાં આ સૌથી વધુ ક્યુટ હાથી છે. વર્તમાન સમયે સોશિયલ મીડિયામાં પશુ પક્ષીઓના વીડિયો વધુ ટ્રેન્ડમાં જાેવા મળે છે. ઈન્ટરનેટમાં પશુ પક્ષીઓના અનેક ક્યુટ અને ફની વીડિયો મળી જાય છે.
લોકોને આવા વીડિયો ખૂબ પસંદ પડે છે. વર્તમાન મુશ્કેલ સમયમાં આવા વીડિયો લોકોના મુક ઉપર સ્માઈલ લઈને આવે છે. ઉલ્લેખનીય છે કે, આવો જ એક વીડિયો થોડા સમય પહેલા વાયરલ થયો હતો. જેમાં એક ભેંસને ડાન્સ કરતા જાેઈ શકાય છે. વીડિયોના પ્રારંભમાં એક યુવતી ડાન્સ કરી રહી હોય છે, ત્યારબાદ તે ભેંસને પણ ડાન્સ કરવાનું કહે છે. જેથી તે ભેંસ પણ ડાન્સમાં જાેડાઈ જાય છે. તે સ્થળ ઉપર કૂદકા મારવા લાગે છે. ભેંસ ડાન્સમાં એવી મગ્ન થઈ જાય છે કે તેના પર ઢાંકેલો બ્લેન્કેટ પણ નીચે પડી જાય છે. આ વીડિયોમાં ભેંસ સ્ટેપ ભરવાની સાથે હસતી હોય તેવું પણ જાેઈ શકાય છે.