કેદારનાથના ૩ વર્ષ પૂરા થતાં સારાએ સુશાંતને યાદ કર્યો
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આજકાલ ઈમોશનલ થઈ ગઈ છે અને એક્ટર સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી રહી છે. સારા અલી ખાને આજથી ૩ વર્ષ પહેલા એટલે કે ૭ ડિસેમ્બર, ૨૦૧૮ના દિવસે ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં સારા અલી ખાનની સાથે એક્ટર સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં હતો.
ફિલ્મ ‘કેદારનાથ’માં સુશાંત અને સારાની જાેડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. સુશાંત સિંહ રાજપૂત આજે આ દુનિયામાં નથી. ગત વર્ષે ૧૪ જૂન ૨૦૨૦ના રોજ તેનું મોત નીપજ્યું હતું. અહીં નોંધનીય છે કે વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ કેદારનાથમાં સારા અલી ખાન મંદાકિની મિશ્રા જ્યારે સુશાંત સિંહ રાજપૂત ‘મંસૂર ખાન’ના પાત્રમાં જાેવા મળ્યો હતો.
ત્યારે હવે ‘કેદારનાથ’ ફિલ્મના ૩ વર્ષ પૂરા થતાં સારા અલી ખાને તેના મંસૂર સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યો છે. તેણે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો ક્લિપ શેર કરી છે. સાથે જ સારાએ જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતના સપોર્ટ અને મદદથી તે દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી.
સારા અલી ખાને લખ્યું કે આજથી ૩ વર્ષ પહેલા મારું સૌથી મોટું સપનું પૂરું થયું. હું એક્ટ્રેસ બની અને મારી સૌપ્રથમ તેમજ સ્પેશિયલ ફિલ્મ રિલીઝ થઈ.
મારા માટે ‘કેદારનાથ’ ફિલ્મ કેટલું મહત્વ ધરાવે છે તે હું કેવી રીતે જણાવું? તે જગ્યા, તે ફિલ્મ, તેની સાથે જાેડાયેલ અઢળક યાદો. પણ, મને આજે ‘મંસૂર’ યાદ આવી રહ્યો છે. તે માત્ર સુશાંતનો અતૂટ સહયોગ, નિસ્વાર્થ મદદ, સતત માર્ગદર્શન અને સલાહ હતી જેના કારણે ‘કેદારનાથ’ ફિલ્મનું મારું પાત્ર દર્શકોના દિલ સુધી પહોંચી શક્યું. તું હંમેશાં યાદ આવીશ સુશાંત.
કેદારનાથમાં આવેલા પૂર પર આધારિત ફિલ્મ ‘કેદારનાથ’ વર્ષ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી અને સુપરહિટ રહી હતી. ડિરેક્ટર અભિષેક કપૂર અને લેખિકા કનિકા ધિલ્લોનની ફિલ્મ ‘કેદારનાથ’માં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતા. અમિત ત્રિવેદીએ કંપોઝ કરેલા ‘કેદારનાથ’ના ગીતો પણ સુપરહિટ રહ્યા હતા. એક રિપોર્ટ મુજબ, ફિલ્મ ‘કેદારનાથ’ની કુલ કમાણી ૯૬ કરોડ આસપાસ હતી.SSS