કેદારનાથમાં ૧૦ની કોફી ૫૦માં, મેગી ૭૦, ઢોસા ૧૫૦માં વેચાય છે
કેદારનાથ ધામમાં ૧૦ વાળી ચા ૩૦ રૂપિયામાં વેચાય છે- તો કોલ્ડડ્રિંકની બોટલના ૫૦ રૂપિયા લેવાય છે
(એજન્સી)દહેરાદૂન, ચારધામ યાત્રાની શરુઆત થઈ ચુકી છે. તેની સાથે અહીં ટૂરિસ્ટની ભારે ભીડ જોવા મળી રહી છે. દરરોજ અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર કેદારનાથ યાત્રા દરમ્યાન ભારે ભીડની ઝલક જોવા મળી હતી.
લોકોને આગ્રહ કર્યો છે કે, થોડા સમય માટે યાત્રાને ટાળી દેવામાં આવે. ફક્ત પગપાળા દર્શન માટે જતાં શ્રદ્ધાળુઓથી સામાન્ય સ્થિતિ બની રહી છે.
આ દરમ્યાન હવે કેદારનાથનો વધું એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક શખ્સે કેદારનાથમાં ખાવા-પીવાની વસ્તુઓના પ્રાઈઝ શેર કરી છે. આમ તો ખાદ્ય પદાર્થના ભાવ પહાડો પર વધી જાય છે. ત્યારે આવા સમયે કેદારનાથમાં તેની કિંમતોમાં ભડકો જોવા મળી રહ્યો છે. જે સામાન તમે સામાન્ય રીતે દસ રુપિયામાં ખરીદી શકો છો, તેના અહીં ત્રીસ રુપિયા લેવામાં આવે છે. શખ્સે એક આઈટમની પ્રાઈસ ખુદ દુકાનદારને પૂછીને લોકોને જણાવી છે.
વીડિયો દ્વારા શખ્સે કેદારનાથમાં ચાથી લઈને કોલ્ડડ્રિંકના ભાવ બતાવ્યા છે. અહીં દસ રુપિયાની ચા ત્રીસ રુપિયામાં મળે છે, દસની કોફી પચાસમાં વેચાય છે. તેની સાથે મેગી સિતેર, ઢોસા દોઢસો રૂપિયા તો કોલ્ડડ્રિકની ૨૦ રૂપિયાવાળી બોટલના ૫૦ રૂપિયા લેવામાં આવે છે. પાણીની ૨૦વાળી બોટલ માટે તમારે ૧૦૦ રૂપિયા સુધી ખર્ચ કરવો પડશે. સમોસાનો ભાવ અહીં ત્રીસ રુપિયા થઈ જાય છે. આવી જ ખાવાની દરેક વસ્તુના ભાવ ડબલથી પણ વધારે આપવા પડશે.
જો કે, આ વીડિયો દ્વારા દરેક આઈટમની પ્રાઈઝ બતાવ્યા બાદ આખરે શખ્સે તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, નીચેથી ઉપર સામાન લાવવામાં ભારે મહેનત અને લેબર કોસ્ટના કારણે તેના ભાવ વધી જાય છે .
જો કે, એક શખ્સે કમેન્ટ કરીને જણાવ્યું કે, વૈષ્ણોદેવીમાં આવું નથી થતું. કેટલાય લોકોએ તેનો સેવા નહીં પણ ધંધો ગણાવ્યો હતો. દર વર્ષે કેદારનાથમાં આવતા ભક્તો આ જ ભાવે વસ્તુઓ ખરીદવા માટે મજબૂર બનતા હોય છે. આટલી ઉંચાઈ પર મજબૂરીમાં તેમની પાસે ખરીદવા સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ હોતો નથી.