કેદારનાથ નજીક ઔલી અને જોશીમઠ પાસેના શિખરો ઉપર પણ હળવી બરફવર્ષા

File
પવિત્ર યાત્રાધામ બદરીનાથ અને ધામમાં પણ આ વર્ષનો પહેલો હિમપાદ થયો છે અને હળવો વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં પડી રહેલા વરસદે ભીષણ ગરમીમાંથી તો રાહત આપી છે પરંતુ ઠેર-ઠેર પાણી ભરાઈ જવાને કારણે લોકોને સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં વરસાદે પાછલા 19 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આવી જ રીતે મુંબઈમાં પણ રસ્તા પાણીમાં ગરકાવ થઈ જાય તેવો વરસાદ પડી રહ્યો છે.
બદરીનાથ અને કેદારનથ ધામમાં બરફવર્ષાથી પર્વતીય ક્ષેત્રોના વતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ચમોલી જિલ્લામાં બદરીનાથ ધામમાં સતત બીજા દિવસે બરફ પડ્યો તો કેદારનાથના શિખરો ઉપર આ સીઝનનો પહેલો હિમપાત થયે છે.
આ ઉપરાંત ઔલી અને જોશીમઠ પાસેના શિખરો ઉપર પણ હળવી બરફવર્ષા થઈ રહી છે તો દૂત સહિત આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે.