કેદારનાથ-બદ્રીનાથના માર્ગ પર ભૂસ્ખલન
નવી દિલ્હી, ચારધામ યાત્રાળુઓ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેદારનાથથી બદ્રીનાથ જવાનો વૈકલ્પિક માર્ગ રૂપે ઉપયોગ ચોપટા-ઉખીમઠ-મંડલ ગોપેશ્વર મોટરવેમાર્ગ સંસારી ઉખીમઠ વચ્ચે ભારે ભૂસ્ખલનને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે.
રસ્તાની હાલત જોઈને વહીવટીતંત્રે વાહન વ્યવહાર પણ બંધ કરી દીધો છે. 2 દિવસ પહેલા આ રોડ પર તિરાડો પડી હતી અને 12મી મેના રોજ એટલે કે, ગુરૂવારે અહીં ભૂસ્ખલન થયું હતું જેમાં એક આખો ખડક નીચે પડી ગયો હતો.
પાહાડ તૂટવાની તસ્વીરોમાં ખડક તૂટતા ડરામણા દ્રશ્યો જોવા મળ્યા હતા આ ઘટના સમયે કેટલાક મુસાફરોએ વીડિયો પણ બનાવ્યો હતો. મુસાફરો માટે મહત્વના સમાચાર એ છે કે ,આ વૈકલ્પિક રૂટ બંધ થયા બાદ હવે કયા રૂટનો ઉપયોગ કરવો.
પ્રવાસીઓ કુંડથી બદ્રીનાથ અથવા ચોપટા જવા માટે વૈકલ્પિક માર્ગ રૂદ્રપ્રયાગ-કર્ણપ્રયાગ-ચમોલી અથવા ભીરી મક્કુનો પણ ઉપયોગ કરી શકે છે.