Western Times News

Gujarati News

કેદીથી ભરેલી પોલીસ વાનની ગાયોનાં ટોળા સાથે ટક્કર

પંચમહાલ: પંચમહાલ જિલ્લાના હાલોલના આનંદપુર નજીક કેદીઓની વાનને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં તમામ કેદીઓને આબાદ બચાવ થયો છે. કેદીઓ ભરેલી પોલીસ વાન જઈ રહી હતી ત્યારે રસ્તા પર અચાનક ગાયોનું ટોળું આવી ચડ્યું હતું. જે બાદમાં વાનની પશુઓ સાથે ટક્કર થઈ હતી. આ ટક્કરમાં બે પશુનાં મોત થયા છે અને બેથી વધારે પશુઓ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ રોડ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. વાનની ટક્કર બાદ કેટલીક ગાયો વાન નીચે ફસાઈ હતી. જે બાદમાં જેકની મદદથી વાનને ઊંચી કરીને ગાયોને બહાર કાઢવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે હાલોલ તાલુકાના આનંદપુરા નજીક કેદીઓની વાન ગાયોના ટોળા સાથે અથડાઈ હતી. ગાયોનં ટોળું રસ્તા પર જતું હતું ત્યારે વાનની ટક્કર થઈ હતી. જેમાં એક ગાય અને એક બળદનું મોત થયું હતું. જ્યારે બેથી વધારે ગાયોને ઈજા પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે કેદીઓને ભરીને પોલીસ વાન વડોદરાથી હાલોલ જઈ રહી હતી.

કેદીઓને હાલોલ કોર્ટમાં રજૂ કરવાના હોવાથી વાનમાં લઈ જવામાં આવી રહ્યા હતા. હાલોલથી પરત આવતી વખતે કેદીઓની વાનને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બન્યો ત્યારે વાનમાં કેદીઓની સાથે સાથે પોલીસના જવાનો પણ સવાર હતો. સદનસિબે આ બનાવમાં પોલીસ અને કેદી એમ તમામનો બચાવ થયો છે. જાેકે, બે મુંગા પશુનાં મોત થયા છે.

આ અંગેના વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે પોલીસવાન ગાયોની ઉપર ફરી વળી છે. અમુક લોકો પોલીસ વાનને જેકથી ઊંચી કરી રહ્યા છે, જેનાથી નીચે ફસાયેલા પશુઓના બહાર કાઢી શકાય. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. આ ઉપરાંત હાઇવે પરથી પસાર થઈ રહેલા લોકો પણ આ દ્રશ્યો જાેઈને કુતૂહલવશ ઊભા રહી જતા હતા. પોલીસવાનની આસપાસ પોલીસકર્મીઓને પણ ઊભેલા જાેઈ શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.