કેનપુર કંપાના શિક્ષિકાનું નેશનલ ટીચર ઇનોવેશન એવોર્ડથી સન્માન

(પ્રતિનિધિ) બાયડ, ધનસુરા તાલુકાની કેનપુર કંપા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવનાબેન પ્રેમજીભાઈ પટેલ નું નેશનલ ટીચર ઇનોવેશન એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું હતું શિક્ષણમાં વર્ષોથી અનેક નવતર પ્રયોગનું કાર્ય થતું રહે છે
ત્યારે વર્ષ ૨૦૦૬માં સ્થાપના થયેલ સ્ટેટ ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સોલાપુર મહારાષ્ટ્ર દ્વારા લોનાવાલા મહારાષ્ટ્ર ખાતે બે દિવસ નેશનલ લેવલ એજ્યુકેશન ઇનોવેશન કોન્ફરન્સ ૨૦૨૧ યોજાઈ હતી
જેમાં દેશભરમાંથી ઇનોવેટિવ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધનસુરા તાલુકાના કેનપુર કંપા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવનાબેન પ્રેમજીભાઈ પટેલ ની પસંદગી થઈ હતી અને જ્ઞાનપંચમી ના રોજ સર ફાઉન્ડેશન સોલાપુર દ્વારા નેશનલ ટીચર ઇનોવેશન એવોર્ડ થી ભાવનાબેન પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું સાથે તેમને અરવલ્લી અને ધનસુરા તાલુકા નું ગૌરવ વધારતા સૌએ અભિનંદન પાઠવ્યા હતા.*