કેનેડાના મંદિરમાં ખાલિસ્તાનીઓ સાથે વિરોધ કરનાર પોલીસકર્મી સસ્પેન્ડ
હિંદુઓ પર હુમલામાં હતો સામેલ
સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીની ઓળખ હરિન્દર સોહી તરીકે થઈ છે, તે ખાલિસ્તાનનો ઝંડો પકડીને કેમેરામાં કેદ થયો હતો
ઓટાવા,કેનેડાનાબ્રેમ્પ્ટનમાં હિન્દુ મંદિરની બહાર ખાલિસ્તાનીઓના વિરોધમાં ભાગ લેનાર કેનેડિયન પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સીબીસી (કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પાેરેશન) એ પીલ પ્રાદેશિક પોલીસ અધિકારીઓને ટાંકીને તેના અહેવાલમાં આ દાવો કર્યાે છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીની ઓળખ હરિન્દર સોહી તરીકે થઈ છે. તે ખાલિસ્તાનનો ઝંડો પકડીને કેમેરામાં કેદ થયો હતો. સોહી પીલ રિજનલ પોલીસમાં સાર્જન્ટ તરીકે તૈનાત છે.
પીલ પ્રાદેશિક પોલીસે કહ્યું કે અમે ઇન્ટરનેટ પર વાયરલ થયેલા એક વિડિયોની નોંધ લીધી છે જેમાં એક આૅફ-ડ્યુટી પોલીસકર્મી હિન્દુ સભા મંદિરની બહાર પ્રદર્શનમાં સક્રિયપણે ભાગ લેતો જોવા મળ્યો હતો.પીલ પોલીસના મીડિયા રિલેશનશિપ ઓફિસર રિચર્ડ ચિને ને જણાવ્યું હતું કે, “આ પોલીસકર્મીને સામુદાયિક સુરક્ષા અને પોલીસિંગ અધિનિયમનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.” તેમણે એમ પણ કહ્યું કે વિભાગ આ ઘટનાની આસપાસના સંજોગોની તપાસ કરી રહ્યું છે અને તપાસ પૂર્ણ થયા પછી વધુ માહિતી શેર કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિર અને હિન્દુ શ્રદ્ધાળુઓ પરના આ હુમલા પર તીખી પ્રતિક્રિયા આપી હતી અને જસ્ટિન ટ્›ડોના નેતૃત્વવાળી કેનેડાની સરકાર પાસેથી જવાબદારીની માંગ કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે કેનેડા સરકાર ન્યાય સુનિશ્ચિત કરશે અને કાયદાનું શાસન જાળવી રાખશે.પીએમ મોદીએ પર એક પોસ્ટમાં કહ્યું, ‘હું કેનેડામાં હિંદુ મંદિર પર ઈરાદાપૂર્વકના હુમલાની સખત નિંદા કરું છું. આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ ભયાનક છે. હિંસાના આવા કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય નબળો પાડી શકતા નથી. અમે આશા રાખીએ છીએ કે કેનેડાની સરકાર ન્યાય સુનિશ્ચિત કરશે અને કાયદાના શાસનને જાળવી રાખશે.ss1