Western Times News

Gujarati News

કેનેડાના વિઝા માટે પિયરથી ૫ લાખ ન લઈ આવતાં પત્નીને તરછોડી દીધી

પ્રતિકાત્મક

અમદાવાદ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય મહિલાએ રવિવારે પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે આક્ષેપ લગાવ્યો હતો કે, તેના પતિએ કેનેડાના વર્ક પરમિટ વિઝા માટે ટ્રાવેલ એજન્ટને પાંચ લાખ ચૂકવવા તેના માતા-પિતા પાસેથી રૂપિયા લઈ આવવા કહ્યું હતું. જાે કે, તેણે ના પાડતા પતિએ તેની સાથે મારઝૂડ કરી હતી અને તરછોડી દીધી હતી.

મહિલાએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે, ૩૦મી જાન્યુઆરીએ તેણે ચાંદખેડામાં રહેતા પુરુષ સાથે લગ્ન કર્યા હતા અને આ તેમના બંનેના બીજા લગ્ન હતા. ગત વર્ષે દીકરીને જન્મ આપ્યા બાદ પતિની પત્નીનું કોવિડ-૧૯ના કારણે નિધન થયું હતું.

જ્યારે મહિલાએ અગાઉ ૨૦૧૭માં ગાંધીનગરમાં રહેતા પુરુષ સાથે લગ્ન કર્યા હતા અને એક વર્ષમાં તેમના ડિવોર્સ થયા હતા. બીજા લગ્ન કર્યા બાદ મહિલા ચાંદખેડામાં તેના સાસરે રહેવા લાગી હતી. તેણે તેનો પતિ કેનેડામાં વર્ક પરમિટ વિઝા મેળવવાની તૈયારી કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું અને કેનેડામાં તેની જરૂર પડશે તેથી તે ‘પ્રેક્ટિસ’ કરી રહ્યો હોવાનું તેને કહ્યું હતું. જ્યારે મહિલાએ પતિને દારૂ પીવાની ના પાડી ત્યારે તેણે તેને માર માર્યો હતો, તેવો ઉલ્લેખ હ્લૈંઇમાં કરવામાં આવ્યો છે.

મહિલાએ કહ્યું હતું કે, તેનો પતિ તેને કેનેડામાં સ્થાયી થવામાં મદદ કરવા માટે તેના માતા-પિતા પાસેથી પાંચ લાખ રૂપિયા લઈ આવવાની માગ કરી રહ્યો હતો.

તેના માતા-પિતા એટલા રૂપિયા આપવા માટે સક્ષમ ન હોવાનું કહીને તેણે ના પાડી હતી. ત્યારબાદ તેના પતિએ તેને ફટકારી હતી અને રવિવાકે જ તેના માતા-પિતાના ઘરે મૂકી આવ્યો હતો. તેણે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને પતિ સામે ઘરેલુ હિંસાનો ગુનો નોંધાવ્યો હતો.

અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં પણ મહિલા પર થતાં અત્યાચારના કેસ ઓછા થઈ રહ્યા નથી. નિયમિત ઘરેલુ હિંસાના કેસ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.