કેનેડાના સ્ટુડન્ટ વિઝાનું કહી યુવતિ સાથે છેતરપીંડી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: નવરંગપુરામાં આવેલી એક વિઝા કન્સલટન્સીએ કેનેડામાં સ્ટુડન્ટ વિઝા અપાવવાના બહાને મોટી રકમ પડાવી લેતાં વિદ્યાર્થિનીના પિતાએ આ કંપની વિરૂધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી. ગઠીયા કંપનીએ સ્ટુડન્ટ વિઝાના નામે રૂપિયા પડાવી નકલી દસ્તાવેજા વિદ્યાર્થીનિને થમાવી દીધા હતા. જા કે બાદમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો.
રાજેશભાઈ પટેલ (૪૭) ઘેવર કોમ્પ્લેક્ષ શાહીબાગ ખાતે રહે છે. તેમની મોટી દિકરી રૂપલ હાલમાં ન‹સગનો અભ્યાસ કર્યો છે અને આગળ અભ્યાસ કરવા માટે કેનેડાની પ્રોસેસ કરતી હતી. દરમ્યાનમાં વર્ષ ર૦૧૯માં તેમણે ઓમ એજયુકેશન (આશ્રમ રોડ, અમદાવાદ) નો સંપર્ક સાધ્યો હતો. જેના સંચાલક દિપક રૂપાણી, આકાશ ગૌત્તમ તથા દર્શિતભાઈએ તેને એડમિશન કરાવવાની બાહેધરી આપ્યા બાદ અલગ અલગ ચાર્જ અને કોલેજ ફી પેટે રૂપિયા સાડા સોળ લાખની માંગણી કરીહ તી. જે પ્રોસેસ શરૂ કર્યા બાદ ટુકડે ટુકડે રાજેશભાઈએ તેમને ચુકવી દીધી હતી.
ત્યારબાદ તેમણે વિઝા માટે એપ્લાય કરતા વિઝા રીજેક્ટ થયા હતા. જા કે કારણ અંગે ફોડ ન પાડતા રાજેશભાઈએ ઈમિગ્રેશન અધિકારીનો સંપર્ક સાધતા કોલેજ ફી ન ભરાઈ હોવાનું જણાવ્યુ હતુ. આ જાણકારી મળતા જ રાજેશભાઈ ચોંકયા હતા. અને તુરત ઓમ એજ્યુકેશનના સંચાલકોનો સંપર્ક સાધતા તેમણે વાત ઉડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી ફીની ખોટી રીસીપ્ટ બેકમાં ખાતાની વિગતો વગેરે જુઠ્ઠાણું હોવાનું સામે આવતા તેમણે છેતરપીડીની ફરીયાદ નોંધાવી હતી.