કેનેડાની દવા કંપનીઓએ વેકસીન માટે ભારત સરકારને વિનંતી કરી
નવીદિલ્હી, એક કેનેડાઇ કંપની ભારત સરકારની સાથે કોવિશલ્ડની ખુરાક આયાત કરવા માટે ચર્ચા કરી રહી છે.
રસપ્રદ વાત એ છે કે જાે આ સોદો થશે તો કેનેડામાં ઉપયોગ માટે નહીં પરંતુ લેટિન અમેરિકામાં નિર્યાત માટે હશે.
મળતી માહિતી અનુસાર કેનેડાની સરકાર કોવિડ ૧૯ની રસીકરણ કાર્યક્રમને જારી રાખવા માટે યોગ્ય વેકસીન ખુરાકની ખરીદ માટે સંધર્ષ કરી રહી છે.
એવામાં પ્રાઇવેટ દવા કંપનીઓએ કોવિશિષ્ડની ખુરાક માટે ભારત સરકારને વિનંતી કરી છે જાે કે વિડંબના એ છે કે તેને રસીને કેનેડાના લોકો માટે નહીં પરંતુ લેટિન અમેરિકા માટે નિર્યાત કરવામાં આવશે.
વરિષ્ઠ ભારતીય અધિકારીઓએ પુષ્ટી કરી છે કે વાતચીત શરૂ થઇ ગઇ છે. પરંતુ તેમણે એ વાત પર ભાર મુકયો કે તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી
તેમણે કહ્યું કે કંપની બ્રિટેનમાં વિકસિત અને પુણે ખાતે સીરમ ઇસ્ટીટયુટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત ઓકસફોર્ડ એસ્ટ્રાજેનેકા એટલે કે કોવિશિલ્ડ વેકસીનના ૫૦,૦૦૦ ખુરાકની આયાત કરવા ઇચ્છે છે.
કોવિડ ૧૯ રસીના ઓર્ડર આપનરાઓમાં કેનેડા સૌથી ઉપર છે કુલ મળી ૩૫ કરોડ વેકસીન માટે કેનેડાએ ફાઇઝર,બાયનટેક મોડર્ના એસ્ટ્રાઝેનેકા, સનોફી અને ગ્લેકસોસ્મિથકલાઇન જાેન્સન એન્ડ જાેન્સન અને નોવાવાકસની સાથે વાત કરી છે
એ યાદ રહે કે કેનેડામાં ફાઇઝર અને મોડર્નાની રસીને તાકિદના ઉપયોગની મંજુરી આપ્યા બાદ રસીકરણની શરૂઆત થઇ હતી પુરવઠામાં થઇ રહેલ વિલંબના કારણે આ અભિયાનમાં ઠહેરાવ આવી ગયો છે.
એસ્ટ્રાજેનેકા તે કંપનીઓમાં સામેલ છે જેણે કેનેડાના જાહેર આરોગ્ય અધિકારીઓથી કલીયરેંસ માટે પોતાની વેકસીન જમા કરી ચે
આ સવાલના જવાબ જાણવા માટે લોક સેવા અને ખરીદ મંત્રી અનીતા આનંદની ઓફિસેથી એક મેલ મોકલવામાં આવ્યો હતો પરંતુ જવાબ મળ્યો ન હતો.HS