Western Times News

Gujarati News

કેનેડાની નાગરિકતા હાંસલ કરનારાની સંખ્યા વધી ગઇ

મુંબઇ :  કેનેડાની નાગરિકતા સ્વીકાર કરી રહેલા ભારતીય નાગરિકોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. આ વર્ષે જ આ સંખ્યામાં આશરે ૫૦ ટકા સુધીનો વધારો થઇ ગયો છે. કેનેડામાં રહેતા ભારતીય લોકોએ મોટી સંખ્યામાં કેનેડામાં હમેંશા માટેની નાગરિકતા હાંસલ કરવાની દિશામાં પહેલ કરી છે. નાગરિકતા માટે અરજી કરનાર લોકોની સંખ્યામાં ૫૦ ટકા સુધીનો નોંધપાત્ર વધારો થયો છે.

કેનેડાના અધિકારીઓ દ્વારા કેટલાક ઉપયોગી આંકડા આપવામાં આવ્યા છે જે મુજબ સંખ્યામાં વધારો થયો છે. ડિસેમ્બર ૨૦૧૮ સુધી છેલ્લા ૧૨મહિનાના આંકડા મુજબ આશરે ૧૫ હજાર ભારતીય લોકોએ કેનેડાની નાગરિકતા હાંસલ કરી લીધી છે. વર્ષ ૨૦૧૭ની તુલનામાં આ આંકડા આશરે ૫૦ ટકા સુધી વધી ગયો છે.

કેનેડાની નાગરિકતા હાંસલ કરવા માટે ઇચ્છુક ભારતીય લોકોની સંખ્યા જુદા જુદા દેશોના મામલે બીજા સ્થાને રહી છે. ફિલિપાઇન્સ આ યાદીમાં પ્રથમ સ્થાને છે. ફિલિપાઇન્સના ૧૫૬૦૦ લોકો કેનેડાની નાગરિકતા હાંસલ કરવામાં આવી છે. ઓક્ટોબર સુધી આ આંકડા હાંસલ થઇ શક્યા છે. આંકડા દર્શાવે છે કે ૩૦મી ઓક્ટબર સુધી છેલ્લા ૧૦ મહિનાના ગાળામાં જ ૧.૩૯ લાખ કાયમ નિવાસી દ્વારા કેનેડાની નાગરિકતા હાંસલ કરી લીધી છે.

આમાં ભારતીય લોકોની સંખ્યા ૧૧ ટકાની આસપાસ રહી છે. આ પ્રાથમિક રીતે મળેલા આંકડા છે. અંતિમ આંકડા આના કરતા વધારે હોઇ શકે છે. જ કે તે સંખ્યા વર્ષ ૨૦૧૫ની તુલનામાં ઓછી છે. આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૫માં રેકોર્ડ ૨૮ હજાર ભારતીય લોકો દ્વારા કેનેડાની નાગરિકતા હાંસલ કરવામાં આવી હતી. માઇગ્રેશન બ્યુરો કોર્પના એમડી અને ઇમિગ્રેશન લો સ્પેશિયાલિસ્ટ તલ્હા મોહાનીએ કહ્યુ છે કે ઓક્ટબર ૨૦૧૭ બાદ કેનેડાની નાગરિકતા હાંસલ કરવાની બાબત સરળ બની ગઇ છે.

હવે કેનેડાની નાગરિકતા હાંસલ કરવા માટે પાંચ વર્ષ પૈકી ત્રણ વર્ષ સુધી કેનેડામાં રહેવાની જરૂર હોય છે. એક કેનેડિયન પાસપોર્ટ કોઇ  ટ્રેડ નેસનલ વીઝા આપવા માટે અરજી કરવા માટે લાયક હોય છે. જેમાં અમેરિકામાં કામ કરવા માટેની મંજુર મળી શકે છે. જા કે તે એચ-૧બી ર્ક વઝાની જેમ હોય છે. એવા મોટી સંખ્યામાં લોકો છે જે કામ કરવાના હેતુથી દરરોજ કેનેડાથી અમેરિકા જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.