કેનેડાની સંસદમાં આતંકવાદી નિજ્જર માટે મૌન પાળવામાં આવ્યું
ટ્રુડો G-7માં શાંતિપૂર્ણ હોવાનો ડોળ કરતા રહ્યા
ગયા વર્ષે જૂનમાં કેનેડાના સરેમાં ગુરુદ્વારા બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી
નવી દિલ્હી,ગયા વર્ષે જૂનમાં કેનેડાના સરેમાં ગુરુદ્વારા બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો. ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. તે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને વેગ આપતો હતો.વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીના અપુલિયામાં G-7 સમિટમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ને મળ્યા હતા. હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપો બાદ તમામની નજર બંને નેતાઓની મુલાકાત પર ટકેલી છે.
પીએમ મોદીને મળ્યા બાદ ટ્રુડો એ સંબંધો સુધારવાની વાત કરી હતી પરંતુ કેનેડાની સંસદમાંથી અલગ જ તસવીર સામે આવી છે.ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સંગઠન સાથે જોડાયેલા આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર માટે કેનેડાની સંસદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. હાઉસ ઓફ કોમન્સમાં, પ્રથમ સ્પીકર, ગ્રેગ ફર્ગ્યુસે નિજ્જર માટે શોક સંદેશ વાંચ્યો અને પછી તમામ સાંસદોને નિજ્જર માટે મૌન પાળવા કહ્યું.અગાઉ, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો એ કહ્યું હતું કે ભારતની નવી સરકાર સાથે આર્થિક સંબંધો અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાની આ એક તક છે. જી-૭માં પીએમ મોદીને મળ્યા બાદ તેમણે આ વાત કહી.ટ્રુડો એ કહ્યું કે G-7 સમિટની સૌથી સારી વાત એ છે કે તમને મોટા પાયા પર વૈશ્વિક નેતાઓ સાથે સીધો કનેક્ટ થવાની તક મળે છે.
એવા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને મળવાની પણ તક છે જેમની સાથે કેટલાક મુદ્દાઓ પર મતભેદ છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારત અને કેનેડાના લોકો વચ્ચે સંબંધ છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ આર્થિક સંબંધ છે.તેમણે કહ્યું કે આપણા લોકો અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ ગાઢ છે. ઘણા મોટા મુદ્દાઓ પર સહમતિ છે જેના પર વૈશ્વિક સમુદાય તરીકે આપણે લોકશાહી તરીકે કામ કરવાની જરૂર છે. ઘણા મોટા મુદ્દા છે જેના પર આપણે કામ કરવાની જરૂર છે. હવે ભારતમાં ચૂંટણીઓ થઈ છે.
આવી સ્થિતિમાં, મને લાગે છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને કેનેડિયન નાગરિકોની સુરક્ષા જેવા કેટલાક અત્યંત ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક છે.જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું બ્રિટિશ કોલંબિયાના સરેમાં નિજ્જરની હત્યા કેસની તપાસમાં ભારત તરફથી સહકારમાં સુધારો થયો છે. આ અંગે ટ્રુડો એ કહ્યું કે આ દિશામાં કામ થઈ રહ્યું છે.તમને જણાવી દઈએ કે, ઈટાલીમાં G-7 સમિટ દરમિયાન પીએમ મોદી અને જસ્ટિન ટ્રુડો વચ્ચે વાતચીત થઈ હતી. ગયા વર્ષે નિજ્જરની હત્યાને લઈને ભારત પર લાગેલા આરોપો બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી.
આ મીટિંગ પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર બંને નેતાઓની હાથ મિલાવવાની તસવીર પણ પોસ્ટ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ G-7 સમિટમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ને મળ્યા હતા.ગયા વર્ષે સંસદમાં બોલતા જસ્ટિન ટ્રુડો એ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. આ પછી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. ભારતે ટ્રુડો અને તેમની પાર્ટી પર ખાલિસ્તાનીઓને આકર્ષવા માટે વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.