કેનેડામાં બિલ્ડિંગથી પડતાં હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત
હૈદ્રાબાદ: કેનેડાના ટોરેન્ટોમાં એક ઉંચી બિલ્ડીંગ પરથી કૂદીને હૈદ્રાબાદના એક ૧૯ વર્ષીય વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. હૈદ્રાબાદમાં વનસ્થલીપુરમ નિવાસી પાન્યમ અખિલ ઇમારતની ૨૭મા માળે રહેતો હતો અને કથિત રીતે પોતાના ફોન પર વાત કરતાં નીચે પડી ગયો હતો. તેમના પરિવાર સુધી જાણકારીના અનુસાર, તે કથિત રીતે ફોન પર વાત કરતાં પોતાના એપાર્ટમેન્ટની બાલ્કની પરથી પડી ગયો હતો. કેનેડામાં તેમના મિત્રોએ તેમના પરિવારને આ ઘટનાની જાણકારી આપી.
અખિલ કેનેડામાં હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યો હતો. પ્રથમ વર્ષ પુરૂ કર્યા બાદ તે આ વર્ષે માર્ચમાં પોતાના ઘરે પણ આવ્યો હતો અને તે ગત મહિને જ કેનેડા પરત ફર્યો હતો. અખિલના પરિવારે તેલંગાણાના મંત્રી કેટી રામા રાવને અપીલ કરી હતી કે તેની લાશને હૈદ્વાબાદ લાવવામાં મદદ કરે. તેમના કાકા બાબજીએ રામા રાવને મદદ માટે ટિ્વટ કર્યું છે.
તેમણે ટિ્વટમાં કહ્યું કે મારા ભાઇના પાન્યમ અખિલ સાથે કેનેડામાં ટોરેન્ટોમાં એક આકસ્મિક દુર્ઘટના ઘટી છે. આ વાતને સમજી શકતા નથી કે તેમની લાશને હૈદ્વાબાદ કેવી રીતે લાવવામાં આવે, કૃપિયા લાશને હૈદ્રાબાદ લાવવામાં મદદ કરે. કૃપિયા દુખની આ ઘડીમાં અમારી મદદ કરો સર.