કેનેડામાં યહૂદી શાળામાં ગોળીબારની બીજી ઘટના
કેનેડામાં ગાઝામાં યુદ્ધની શરૂઆતથી જ યહૂદી વિરોધી હુમલાઓમાં વધારો થયો છે
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે બેસ ચાયા મુશ્કા ગર્લ્સ સ્કૂલમાં એક વાહનમાંથી ગોળી ચલાવવામાં આવી હતી
કેનેડા, કેનેડાની એક યહૂદી શાળામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ શનિવારે ટોરોન્ટોની એક યહૂદી શાળામાં ફાયરિંગ થયું હતું. આ વર્ષે યહૂદી શાળામાં ગોળીબારની આ બીજી ઘટના છે. કેનેડામાં ગાઝામાં યુદ્ધની શરૂઆતથી જ યહૂદી વિરોધી હુમલાઓમાં વધારો થયો છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે બેસ ચાયા મુશ્કા ગર્લ્સ સ્કૂલમાં એક વાહનમાંથી ગોળી ચલાવવામાં આવી હતી. સદનસીબે ફાયરિંગમાં કોઈને ઈજા થઈ ન હતી. આ દરમિયાન શાળાની બારીઓના કાચ તૂટી ગયા હતા.
ટોરોન્ટોના નોર્થ યોર્ક વિસ્તારમાં આવેલી શાળાને મે મહિનામાં આવી જ એક ઘટનામાં નિશાન બનાવવામાં આવી હતી. પોલીસનું માનવું છે કે ગોળીબારની બંને ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે.આ ઘટના પર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્›ડોએ કહ્યું કે તેઓ આ ઘટનાથી ખૂબ જ પરેશાન છે. આ ઘટના એવા સમયે બની જ્યારે યહૂદીઓ યહુદી ધર્મમાં વર્ષના સૌથી પવિત્ર દિવસ યોમ કિપ્પુરની ઉજવણી કરી રહ્યા હતા. ટ્›ડોએ ટિ્વટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “મારું હૃદય વિદ્યાર્થીઓ, સ્ટાફ અને વાલીઓ માટે દુઃખી છે જેઓ આજે ભયભીત છે.”
તેમણે કહ્યું કે યહૂદી વિરોધી નફરતનું ખતરનાક સ્વરૂપ છે. અમે આ સહન નહીં કરીએ.યહૂદી સંગઠન બનાઈ બ્રીથ કેનેડા દ્વારા મે મહિનામાં પ્રકાશિત કરાયેલા અહેવાલ અનુસાર, ૨૦૨૨ અને ૨૦૨૩ ની વચ્ચે દેશમાં સેમિટિક વિરોધી પ્રવૃત્તિઓ બમણીથી વધુ થવાની ધારણા છે. નવેમ્બર ૨૦૨૩ માં, એક જ અઠવાડિયામાં મોન્ટ્રીયલની એક યહૂદી શાળામાં બે ગોળીબાર થયા હતા, જેમાં કોઈને ઈજા થઈ ન હતી.