કેનેડા જવાની લાલચમાં ત્રણ મિત્રોએ ૧.૩૫ કરોડ ગુમાવ્યા
અમદાવાદ, વર્ક પરમિટ વિઝા પર કેનેડા જવાની લાલચમાં ૧.૩૫ કરોડ રૂપિયા ગુમાવ્યા અને તેમના પાસપોર્ટને લઈને પણ મોટી છેતરપિંડી થઈ ગઈ. ગાંધીનગરના ૩૭ વર્ષના શખ્સ તથા તેના મિત્રોને વાયદા પ્રમાણે કામ ના થતા તેમની સાથે કંઈક ખોટું થયું હોવાની શંકા થઈ હતી. આ અંગે તેમણે CID (ક્રાઈમ) પોલીસને જાણ કરી હતી, ફરિયાદીને ચોંકાવનારી વિગતો મળી કે તેમના પાસપોર્ટ પર કોઈ અન્ય વ્યક્તિઓને કેનેડા મોકલી દેવામાં આવ્યા છે. CIDના જણાવ્યા પ્રમાણે ગાંધીનગરના કલોલ તાલુકાના નાર્દીપુર ગામના રમેશ રાવલ (૩૭) અને તેમના બે મિત્રો મહેસાણાના રહેવાસી રોનક પટેલ અને ગાંધીનગરના કલોલના જતીન પટેલ જાન્યુઆરી ૨૦૨૦માં ભાડજના ભરત પટેલ ઉર્ફે બોબીને વિઝા માટે મળ્યા હતા. ભરત ઉર્ફે બોબીએ રમેશ રાવલને જણાવ્યું હતું કે તે તેમના તથા તેમના મિત્રો માટે કેનેડાના વર્ક વિઝા અપાવશે તેના માટે એક વિઝાનો ખર્ચ ૪૫ લાખ રૂપિયા થશે.
કેનેડામાં વર્ક વિઝા અપાવવાની લાલચની સાથે બોબીએ તેમના ઓરિજિનિલ પાસપોર્ટ લઈને એવી પણ લાલચ આપી દીધી કે તમારું વર્ક વિઝાનું કામ બસ છ મહિનાની અંદર થઈ જશે. જાેકે, વાયદા પ્રમાણે કામ દોઢ વર્ષ પછી પણ નહોતું થયું. જ્યારે ભરત ઉર્ફે બોબી પાસે રમેશ રાવલ તથા તેમના મિત્રોએ પાસપોર્ટ માગ્યા અને પોતાનું કામ ના થયું હોવાની વાત કરી તો તેમણે ધમકી આપવામાં આવી હતી. આ પછી તેમણે CID (ક્રાઈમ)ને પોતાની સાથે થયેલી ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. જૂન મહિનામાં ફરિયાદ નોંધાવ્યા બાદ તેમને પાસપોર્ટ પરત મળી ગયા હતા, જાેકે ચેક કરતા માલુમ પડ્યું કે આ પાસપોર્ટ તેમના નહોતા. આ સિવાય ડુપ્લિકેટ પાસપોર્ટ પર પણ સિક્કા મારવામાં આવ્યા હતા, જેનાથી માલુમ પડે છે કે તેમના પાસપોર્ટનો ઉપયોગ કરીને કોઈ બીજી વ્યક્તિ વિદેશ મોકલાઈ હતી. ખોટી રીતે ઈમિગ્રેશન થયાની વિગતો સામે આવતા CID (ક્રાઈમ) દ્વારા છતરપિંડી સહિતની ફરિયાદ નોંધીને એજન્ટ ભરત ઉર્ફે બોબી સામે તપાસ શરુ કરવામાં આવી છે.SSS