કેનેડા જવાની લાલચમાં વ્યકિતએ નવ લાખ ગુમાવતાં રાણીપમાં ફરીયાદ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : કેનેડા જવાની લાલચમાં વ્યકિતએ નવ લાખ ગુમાવતાં રાણીપમાં ફરીયાદ વિદેશોમાં મળતાં ઉંચા પગારની લાલચ રોકી ન શકતાં શહેરીજનો કેટલીયવાર ઠગ એજન્ટો પાસે છેતરાયાની ઘટનાઓ બહાર આવી છે. કેટલાંક વ્યકિતનાં વિઝા કર્યા બાદ આવાં લેભાગુ તત્વો અન્ય ભોળા લોકોને આકર્ષે છે. અને તેમની પાસેથી વિદેશનાં વિઝા અપાવવાનાં બહાને મોટી રકમો પડાવે છે. અને ગાયબ થઈ જાય છે. અથવા રૂપિયા પરત માંગતા નાગરીકોને મારી નાખવાની ધમકીઓ આપે છે. આવી જ વધુ એક ફરીયાદ રાણીપ પોલીસ મથકમાં નોધાઈ છે.
મિત્રનાં વિઝા થઈ ગયા બાદ પોતે પણ કેનેડા જવા માટે મુંબઈના એજન્ટને આશરે નવ લાખ જેટલાં નાણાં આપ્યા હતા. જા કે વિઝા આપવાને બદલે દોઢ વર્ષ બાદ એજન્ટે મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગેની વિગત એવી છે કે ભાગીદારીમાં સાઉન્ડનો ધંધો કરતાં ધનેશભાઈ મુકેશકુમાર પટેલ (રહે. સ્વામીનારાયણ પાર્ક રાણીપ)નાં વાસણા ખાતે રહેતાં મિત્રને વિઝા મળતા તે કેનેડા ખાતે પહોંચી ગયા હતા.
બાદમાં ધનેષભાઈએ મિત્રને આ અંગે પુછતાં તેમણે નવી મુંબઈ ઉલ્વામાં ઉબેર લક્ષ્મી ખાતે ઓફીસ ધરાવતા પંકજકુમાર સત્યનારાયણ સીંઘ નામનાં એજન્ટ પાસે વિઝા કરાવ્યા હોવાનું કહ્યું હતું. જેથી ધનેષભાઈએ પંકજકુમારનો સંપર્ક સાંધતા તેણે એક મહીનામાં કેનેડાના વિઝા અપાવવાનું વચન આપ્યું હતું. બદલામાં ૧૧ લાખ રૂપિયા ફી પેટે માંગ્યા હતા.
ધનેષભાઈએ વિઝા માટે પાસપોર્ટ તથા અન્ય દસ્તાવેજા મોકલી આપ્યા બાદ પંકજકુમારે તાત્કાલીક પેમેન્ટ કરવાનુંકહેતાં ધનેષભાઈએ ટુકડેટુકડે કુલ નવ લાખ રૂપિયા પંકજકુમાર જુદાજુદાં ખાતામાં મોકલી આપ્યા હતા. જા રૂપિયા લીધા બાદ પંકજકુમાર વીઝા માટે વાયદા બતાવતો હતો.
ઘણો સમય વીતી જતાં ધનેષભાઈએ પોતાનાં રૂપિયા પરત માંગતા તેણે વોટસએપ પર કેનેડાનાં વિઝાનો નકલી ફોટો મોકલી આપ્યો હતો. જા કે ધનેષભાઈએ પોતે કેનેડા નથી જવું રૂપિયા પરત આપી દો કહેતાં વારંવાર વાયદા બતાવ્યા બાદ પંકજકુમારે તેમનાથી થાય એ કરી લેવા તથા રૂપિયા નહી આપવાનું વાત કરી હતી.
ઉપરાંત પોતાનાં માણસો અમદાવાદમાં પણ હોવાનું જણાવી તેમની હાલત ખરાબ કરવાની ધમકી આપી દેતાં ગભરાયેલાં ધનેષભાઈ રાણીપ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા. કેનેડાનાં વિઝા માટે નવ લાખ રૂપિયા પડાવી છેતરપિંડી કરતાં નવી મુંબઈના લેભાગુ એજન્ટને ઝડપી લેવા રાણીપ પોલીસ સક્રીય થઈ છે તથા પોતાની એક ટીમને કજકુમારને ઝડપી લેવા માટે નવી મુંબઈ ખાતે મોકલી આપી છે.