Western Times News

Gujarati News

કેનેરા- HSBC-OBC લાઇફ ઇન્સ્યોરન્સે “ગેરન્ટેડ ઇન્કમ4 લાઇફ” પ્લાન રજૂ કર્યો

ગુરુગ્રામ, કેનેરા HSBC ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ લાઇફ ઇન્સ્યોરન્સે હાલના સમયમાં ગ્રાહકોની જરૂરિયાતોને સમજીને નવો “ગેરેન્ટેડ ઇન્કમ4લાઇફ” પ્લાન રજૂ કરીને એના ગેરન્ટેડ સેવિંગ્સ પોર્ટફોલિયોને મજબૂત કર્યો છે. આ નોન-લિન્ક્ડ,નોન-પાર વ્યક્તિગત જીવન વીમાબચત કમ સુરક્ષા યોજના છે, જે વ્યક્તિને જીવન વીમાકવચ મેળવવાની તક સાથે લાંબા અને ટૂંકા એમ બંને પ્રકારના સમયગાળાના નાણાકીય લક્ષ્યાંકો પૂરાં કરવા નિયમિત આવક કરવાની સુવિધા પૂરી પાડશે.

ગ્રાહકોની જરૂરિયાતોને અને વ્યાજનાં દરોમાં ઘટાડાને સમજીને કંપનીએ સંપૂર્ણ ગેરન્ટેડ બેનિફિટ સાથે ફ્લેક્સિબલ પ્લાન બનાવ્યો છે. પ્રીમિયમ પેમેન્ટ કે આવકની દ્રષ્ટિએ પ્લાન પોલિસીધારકની જરૂરિયાતો મુજબ કસ્ટમાઇઝ કરી શકાશે. આજીવન વીમાકવચ મેળવવાનું હોય કે બાળકના શિક્ષણની જરૂરિયાતો પૂરી કરવાનો હોય,

વહેલાસર નિવૃત્તિ માટેની તૈયારી કરવી હોય કે દરેક વચન પૂર્ણ કરવા વધારાની આવક કરવી હોય – આ પ્રોડક્ટ તમામ સુવિધાઓ પ્રદાન કરશે. ઇન્કમ4લાઇફ જોખમ ખેડવાનું પસંદ ન કરતા રોકાણકારોની જરૂરિયાતો પૂર્ણ કરવા ખાસ તૈયાર કરેલો છે અને નિયમિત ગેરન્ટેડ ચુકવણીની સાથે મેચ્યોરિટીનો લાભ પણ આપે છે.

કોઈ પણ વ્યક્તિ તેમની વીમાકવચ અને આવકની જરૂરિયાતો મુજબ પ્લાનનો લાભ લઈ શકે છે, કારણ કે આ પ્લાન આવકના ગાળાને આધારે ત્રણ વિકલ્પો પૂરાં પાડે છે, જેમ કે :-

ગેરન્ટેડ ઇન્કમ – 10 વર્ષ સુધી ટૂંકાથી મધ્યમ ગાળામાંથી આવક

ગેરન્ટેડ લોંગ-ટર્મ ઇન્કમ – 15થી 20 વર્ષના લાંબા ગાળા માટે આવક

ગેરન્ટેડ લાઇફ લોંગ ઇન્કમ – 99 વર્ષની વય સુધી આજીવન આવક

આ પ્લાનના 3 વિકલ્પો અન્ય ગેરન્ટેડ લાભ ઉપરાંત વિવિધ સુનિશ્ચિત લૉયલ્ટીમાં વધારો પ્રદાન કરશે. વીમાકવચ અને નાણાકીય લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે બનાવેલો આ પ્લાન લોન સુવિધા, મૃત્યુનો લાભ, પ્રીમિયમનું ઊંચું બૂસ્ટર જેવા અન્ય ફાયદા પ્રદાન કરશે તેમજ મેચ્યોરિટી પછી કમ્યુટેડ વેલ્યુનો વિકલ્પ પણ પ્રદાન કરશે.

આ પ્લાન વિશે કેનેરા HSBC ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ શ્રી અનુજ માથુરે કહ્યું હતું કે, “દરેક વ્યક્તિ સુરક્ષિત જીવન જીવવા અને નાણાકીય સ્થિરતા મેળવવા ઇચ્છે છે, ખાસ કરીને અનપેક્ષિત સ્થિતિસંજોગોમાં પોતાના પરિવારજનોનું રક્ષણ કરવા ઇચ્છે છે.

અમારા સંભવિત ગ્રાહકોની આવશ્યક જરૂરિયાતોને સમજવા અને આપણા પ્રિયજનોને ખુશ રાખવા અમે નવી પ્રોડક્ટ ગેરન્ટેડ ઇન્કમ4લાઇફ રજૂ કરી છે. અમારું માનવું છે કે, આ નવા વર્ષમાં ગ્રાહકો આ પ્લાનની પ્રશંસા કરશે અને જ્યારે અન્ય નાણાકીય માધ્યમો પર વ્યાજના દરો અતિ ઓછા છે, ત્યારે તેમના નાણાકીય લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં મદદરૂપ થશે.”

કેનેરા HSBC ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ લાઇફ ઇન્સ્યોરન્સના નિયુક્ત એચ્યુઅરી શ્રી અક્ષય ધાંડે ઉમેર્યું હતું કે, “ગેરેન્ટેડ ઇન્કમ4લાઇફ ગેરન્ટેડ પ્રોડક્ટ્સ પોર્ટફોલિયોમાં અમારી ચોથી પ્રોડક્ટ છે અને અમારી હોલમાર્ક પ્રોડક્ટ પૈકીની એક છે, કારણ કે હાલના અનિશ્ચિત સમય અને બજારની ચડઊતર વચ્ચે આ શ્રેષ્ઠ ઓફર છે.

પ્રોડક્ટ એકસાથે વીમાકવચ અને બચતનો લાભ આપવા તૈયાર કરી છે. ગ્રાહકોને માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિકથી લઈને વાર્ષિક સુધી પેમેન્ટની વિવિધ મુદ્દતનો વિકલ્પ આપતો આ અતિ ફ્લેક્સિબલ પ્લાન ગ્રાહકની સમજ મુજબ નિયત સમયગાળે નિશ્ચિત આવક આપે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.