Western Times News

Gujarati News

Bharat Bandh: કેન્દ્રએ રાજ્યને મોકલી એડવાઈઝરી, શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા નિર્દેશ

નવી દિલ્હી, કેન્દ્રિય ગૃહમંત્રાલયે એડવાઈઝરી જાહેર કરતા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે, તેઓ ‘ભારત બંધ’ દરમિયાન કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાઓ રોકવાની સાથે જ કાયદો અને શાંતિ વ્યવસ્થા જાળવી રાખે.

ખેડુત સંગઠનો તરફથી 8મી ડિસેમ્બરે ‘ભારત બંધ’નું એલાન કરવામાં આવ્યું છે. ખેડુતો તરફથી સતત તે કહેવામાં આવી રહ્યું છે કે ભારત બંધ દરમિયાન શાંતિપૂર્વક પ્રદર્શન કરવામાં આવશે. ખેડુતો તરફથી બોલાવવામાં આવેલા ભારત બંધને કોંગ્રેસ  સહિત દેશભરના 11 રાજકિય પક્ષોએ સમર્થન આપ્યું છે.

આ વચ્ચે દેશવ્યાપી બંધને જોતા કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલએ એડવાઈઝરી જાહેર કરતા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે તેઓ ભારત બંધ દરમિયાન કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાઓને રોકવાની સાથે જ કાયદો અને શાંતિ વ્યવસ્થા જાળવે, સાથે જ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટકર્તાઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોરોનાના દિશાનિર્દેશનું પાલન કરવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.