Western Times News

Gujarati News

કેન્દ્રએ રાજ્યોને કહ્યું જરૂર પડે તો નાઈટ કર્ફ્યુ લગાવો

નવી દિલ્હી, કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે, કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટાની સરખામણીમાં ઓછામાં ઓછો ત્રણ ઘણો વધારે ચેપી છે. સાથે જ કેન્દ્ર સરકારે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરોને સક્રિય કરવાની સાથે જિલ્લા અને સ્થાનિક સ્તરે પણ સખત કાર્યવાહી કરવી જાેઈએ.

રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પરિક્ષણ અને દેખરેખ વધારવા સિવાય નાઈટ કર્ફ્‌યુ લગાવવાની, મોટી સભાઓમાં સખત નિયમો, લગ્નો અને અંતિમ સંસ્કારોમાં લોકોની સંખ્યા ઘટાડવા જેવા ર્નિણયોને લાગૂ કરવાની સલાહ પણ આપી છે.

પત્રમાં એવા ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે કે, જેને દેશના વિવિધ વિસ્તારોમાં કોવિડ-૧૯ના કેસમાં વધારામાં શરૂઆતી લક્ષણોની સાથો સાથ ચિંતા વધારતા સ્વરૂપ ઓમિક્રોનને શોધવા માટે જરૂરી પગલાં લેવાની જરૂર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જિલ્લા સ્તર પર કોવિડ-૧૯થી પ્રભાવિતથી જનસંખ્યા, ભૌગોલિક પ્રસાર, હોસ્પિટલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તેનો ઉપયોગ, માનવબળ, કન્ટેઈનમેન્ટ ઝોનને સૂચિત કરવા, સામે આવતા કેસોની સમીક્ષા થવી જાેઈએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રમાં કહ્યું છે કે, આવી રણનીતિ એ સુનિશ્ચિત કરે છે કે, સંક્રમણ રાજ્યના અન્ય વિસ્તારોમાં ફેલાતા પહેલાં સ્થાનિક સ્તરે જ નિયંત્રણ થાય છે.

તેઓએ કહ્યું કે, મહેરબાની કરીને વોર રૂમ, ઈઓસીને સક્રિય કરો અને તમામ સ્થિતિ અને વૃદ્ધિનું વિશ્લેષણ કરતા રહો, ભલે તે ગમે તેટલું નાનુ કેમ ન હોય અને જિલ્લા તથા સ્થાનિક સ્તરે સક્રિય પગલાં લો. ક્ષેત્રના અધિકારીઓ સાથે નિયમિત સમીક્ષા અને આ સંબંધે સક્રિય કાર્યવાહી નિશ્ચિત રૂપેથી સંક્રમણના પ્રસારને નિયંત્રિત કરશે. રાજેશ ભૂષણે કહ્યું કે, કોવિડ પોઝિટિવ મામલામાં તમામ નવા સમૂહોના મામલે નો એન્ટ્રી જાેન, બફર જાેનની તાત્કાલિક સૂચના આપવી જાેઈએ અને હાલની માર્ગદર્શિકા અનુસાર, કેન્ટેઈનમેન્ટ ઝોન પર સખત નિયંત્રણની ખાતરી કરવી જાેઈએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.