કેન્દ્રએ ૨૬૦૪૭ કરોડને બદલે ગુજરાતને ૨૦૨૩૨ કરોડ આપ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Cash-2-1024x576.jpg)
પ્રતિકાત્મક
ગાંધીનગર, કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં ગુજરાતનેચેના વેરાની આવકમાંતી રાજ્યને તેના અધિકારરૂપે મળવાપાત્ર હિસ્સામાં કેન્દ્ર સરકારે મોટો ઘટાડો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના કાળમાં ભારત સરકારે ગુજરાતને તેના વેરાના હિસ્સા પેટે ૫૮૧૫ કરોડ ઓછા આપ્યા છે. એટલે કે, કેન્દ્રએ હિસ્સાના ૨૬૦૪૭ કરોડને બદલે ૨૦૨૩૨ કરોડ જ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના સમયગાળ દરમિયાન ગુજરાત સરકારને કુલ મહેસૂલી આવક તેના ૧.૫૪ લાખ કરોડના અંદાજ સામે વાસ્તવમાં ૧.૪૨ ટકા એટલે કે અંદાજ સામે ૯૨ ટકા પ્રાપ્ત થઈ હતી. મૂડી આવક પણ ૩૧૫૩૮ કરોડના અંદાજ સામે ૨૫૦૧૭ કરોડ એટલે ૭૯ ટકા મળી હતી. જ્યારે સરકારને તેના દેવાના વ્યાજ પેટે કુલ ૨૧૫૦૯ કરોડના અંદાજ સામે ૨૨૪૪૯ કરોડની ચૂકવણી કરવી પડી હતી.
આમ, ગુજરાત સરકારે ૨૦૧૯-૨૦ના વર્ષમાં કુલ ૧૮૬૨૭૧ કરોડની આવકનો અંદાજ રાખ્યો હતો પરંતુ સરકારે વાસ્તવમાં ૧૬૭૮૬૧ કરોડ એટલે કે અંદાજ સામે માંડ ૯૦ ટકા જેટલી આવક મળી હતી. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વિધાનસભામાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૯-૨૦માં ગુજરાત સરકારે તેના બજેટના અંદાજમાં કેન્દ્રીય વેરામાંથી મળવાપાત્ર હિસ્સા પેટે ૨૬૦૪૭ કરોડનો અંદાજ રાખ્યો હતો, પરંતુ ગુજરાતને વાસ્તવમાંમાત્ર ૨૦૨૩૨ કરોડ જ મળ્યા હતા.
અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે તેના ૨૦૧૯-૨૦ના બજેટમાં ૯૯૦૬૨ કરોડનો અંદાજ દર્શાવ્યો હતો પરંતુ ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં ગુજરાતને તેની પોતાની વેરાની આવક પેટે ૭૯૦૦૭ કરોજ પ્રાપ્ત થા હતા એટલે કે તેના અંદાજની સામે માંડ ૭૯ રકમ મળી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિકાસનો મુખ્ય આધાર રાજ્ય સરકારની વેરાની આવકો, કેન્દ્ર સરકારના વેરામાંથી મળતો હિસ્સો અને તેની વિવિધ યોજનાઓ માટે મળતી ગ્રાન્ટ (સહાયક અનુદાન)ની રકમ ઉપર રહેલો હોય છે.SSS