Western Times News

Gujarati News

કેન્દ્રના જળ જીવન મિશનનું ૧૦ હજાર કરોડનું ટેન્ડર છત્તીસગઢે રદ કર્યું

નવીદિલ્હી, કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી જળ જીવન મિશન યોજનાને છત્તીસગઢમાં બ્રેક લાગી ગઇ છે. રાજયની ભુપેશ બધેલ સરકારે અનિયમિતતાઓની ફરિયાદ આવ્યા બાદ આ યોજના હેઠળ ફાળવણીની પ્રક્રિયાને જ રદ કરી દીધી છે.એ યાદ રહેકે છત્તીસગઢ સરકારે ચાર મહીના પહેલા જ જળ જીવન મિશન હેઠ કામ કરવા માટે એકસપ્રેશન ઓફ ઇટ્રેસ્ટ એટલે કે નિર્માણ કાર્યોને પુરા કરવા માટે અરજી મંગાવી હતી ત્યારબાદ સરકાર ૧૦ હજાર કરોડ રૂપિયાના વર્ક ઓર્ડર પણ વિતરીત કરી ચુકી હતી.

મુખ્યમંત્રી ભુપેશ બધેલ તરફથી જારી એક યાદીમાં કહેવામાં આવ્યું હતું કે કેબિનેટે જળ જીવન મિશન હેઠળ જારી કરવામાં આવેલ તમામ ટેન્ડરોને રદ કરવા અને ભારત સરકારના નિર્દોશો હેઠળ જ કાર્યવાહીનો નિર્ણય કર્યો છે. માહિતી અનુસાર સ્થાનિક કોન્ટ્રાકટરોના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીની ઓફસ પર પહોંચી બહારી લોકોને ટેન્ડર આપવાની ફરિયાદ કરી હતી ત્યારબાદ જ મુખ્યમંત્રી બધેલે ફરિયાદોની તપાસ માટે મુખ્ય સચિવના નેતૃત્વમાં એક ત્રણ સભ્યોની સમિતિની રચના કરી દીધી હતી. કમિટીની રચનાના ત્રણ દિવસ બાદ જ સરકારે તમામ ટેન્ડર રદ કરી દીધા હતાં.

જળ જીવન મિશન માટે જે ૧૩૦૦ કંપનીઓને કામ વિતરીત કરવામાં આવ્યું હતું તેમાં ૧૩ને ૧૦૦-૧૦૦ કરોડ રૂપિયાથી વધુના ઓર્ડર મળ્યા હતાં ત્રણ સૌથી મોટા ઓર્ડર જૈન ઇરિગેશન (૯૩૩.૩૪ કરોડ) ડેએમસી પ્રોજેકટ ૭૨૨.૭૮ કરોડ અને પટેલ એન્જીનિયરિંગ ૬૦૬.૮૧ કરોડ રૂપિયાને મળ્યા.

જયારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતથી છત્તીસગઢ સરકારના ટેન્ડર રદ કરવાના નિર્ણય બાબતે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે પાણી એક રાજયના અંતર્ગત આવનાર વિષય છે આથી તેમાં યોજના બનાવવી,ઓપરેશન અને મેંટેનેંસની જવાબદારી રાજયોની છે.એટલે જાે આ પુરી રીતે રાજયનો જ મામલો છે તો તેણે જ તેના ખર્ચ તેના કામ કરવાની પધ્ધતિ પણ જાેવી પડશે.

એ યાદ રહે કે જળ જીવન મિશન હેઠળ છત્તીસગઢમાં સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી ૪૧ લાખ ગ્રામીણ પરિવારોને સીધુ નળથીં પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવાની છે રાજય સરકારના આંકડા અનુસાર ગ્રામીણ ઘરોમાં હજુ ૧૦ ટકા ઘરોમાં જ નળનું કનેકશન છે ૨૦૨૦-૨૧માં જ લગભગ ૨૦ લાખ નવા કનેકશન જાેડવાના હતાં.

જળ જીવન મિશન માટે જે વર્ક ટેન્ડર આપવામાં આવ્યું હતું તે હેઠળ આઠ હજાર ગ્રામ પંચાયતોમાં વોટર ટેંક નિર્માણ,પાઇપલાઇન બિછાવવી સિવિલ વર્ક ટેપ કનેકશન વોટર પ્યોરિફિકેશન પમ્પિંગ ઉપકરણ અને ફલોરાઇડ હટાવવા માટે ૧૦ હજાર ૫૧૯ કરોડ રૂપિયા સુધીના વર્ક ઓર્ડર આપવાના હતાં.

છત્તીસગઢમા ંવિરોધ પક્ષમાં બેઠેલ ભાજપે આરોપ લગાવ્યો છે કે રાજય સરકાર મિશન માટે જારી ફંડ્‌સમાં હેરાફરી કરી રહી છે ભાજપ નેતા ચંદ્રકાંત સાહુએ તેના માટે શેખાવતને પત્ર લખી ફડ્‌સને ગ્રામ પંચાયતોના હાથમાં આપવાની માંગ કરી ભાજપ નેતાએ અનિયમિતતાઓ ફેલાવનારાઓની વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી દીધી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.