Western Times News

Gujarati News

કેન્દ્રના જુદા જુદા વિભાગમાં આ વર્ષે એક લાખ લોકોની ભરતી થશે

Files Photo

નવીદિલ્હી: ચારેબાજુ બેરોજગારીની વાતો ચાલી રહી છે ત્યારે અંગત બાબતોના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે આજે રાજ્યસભામાં માહિતી આપતા કહ્યું હતું કે, માર્ચ ૨૦૧૮ સુધી કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગોમાં આશરે સાત લાખ હોદ્દાઓ ખાલી હતા. ગ્રુપ સીમાં ૫૭૪૨૮૯ પોસ્ટ ખાલી હતી જ્યારે ગ્રુપ બીમાં ૮૯૬૩૮ અને ગ્રુપ એમાં ૧૯૮૯૬ પોસ્ટ માર્ચના આંકડા મુજબ ખાલી હતી.

ખાલી પોસ્ટની કુલ સંખ્યા ૬૮૮૮૨૩ રહી છે. તેમણે કહ્યું હતું કે, ૨૦૧૯-૨૦માં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ૧૦૫૩૩૮ પોસ્ટને ભરવામાં આવનાર છે. સાત લાખ ખાલી પોસ્ટ પૈકી આ વર્ષે એક લાખથી વધારેની ભરતી કરવામાં આવનાર છે.

જીતેન્દ્રસિંહે કહ્યું છે કે, ૨૦૧૭-૧૮ના ગાળા દરમિયાન રેલવે મંત્રાલય અને રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી સેન્ટ્રલાઈઝ્ડ નોટિફિકેશન હેઠળ ૧૨૭૫૭૩ પોસ્ટ માટે નોટિફિકેશન જારી કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ૨૦૧૮-૧૯માં ગ્રુપ સી અને લેવલ-૧ પોસ્ટ માટે પાંચ સીઈએન જારી કરવામાં આવ્યા હતા જે હેઠળ ૧૫૬૧૩૮ જગ્યાઓ દર્શાવવામાં આવી હતી. એકંદરે ૪૦૮૫૯૧ વેકેન્સી ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જીતેન્દ્રસિંહે એમ પણ કહ્યું હતું કે, ભરતી પ્રક્રિયામાં તેજી લાવવા માટે પહેલી જાન્યુઆરી ૨૦૧૬થી અનેક વેકેન્સી માટે ઇન્ટરવ્યુની પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.