Western Times News

Gujarati News

કેન્દ્રની આરોગ્ય ટીમે કોર્પોરેશનના અધિકારીઓને ખખડાવ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનું મુખ્ય હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બનતા ચોંકી ઉઠેલી કેન્દ્ર સરકારે આરોગ્યની ટીમે અમદાવાદ મોકલી આપી છે. આજે સવારથી આ ટીમે અમદાવાદ શહેરના જુદા જુદા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

કોર્પોરેશનની અપુરતી કામગીરીથી આરોગ્ય વિભાગના અધિકારીઓ ખૂબ જ નારાજ જાવા મળતા હતા. વસ્ત્રાપુરના સેટેલાઈટ સેન્ટરમાં કોર્પોરેશનની કામગીરીથી અધિકારીઓએ કોર્પોરેશનના અધિકારીઓને રીતસર ખખડાવ્યા હોય તેવુ જાણવા મળી રહયું છે.

આ ઉપરાંત શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આરોગ્ય ટીમની મુલાકાત પૂર્વે જ એમ્બ્યુલન્સ ઉભી રાખી દેવામાં આવી હતી અને અહીંયા કોરોનાના ટેસ્ટ થતાં હોવાનું ચિત્ર દર્શાવવામાં આવ્યું હતું આ ઉપરાંત ગોતામાં પણ કેટલાક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

જેના પગલે કેન્દ્રીય આરોગ્ય ટીમના અધિકારીઓ ચોંકી ઉઠયા છે. આ તમામ મુદ્દાઓ ઉપર હવે આરોગ્ય ટીમના અધિકારીઓ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે વાતચીત કરશે જેના પગલે હવે અમદાવાદમાં વધુ કેટલાક નિયંત્રણો આવે તેવુ મનાઈ રહયું છે વર્તમાન સ્થિતિ ચાલુ રહી તો અમદાવાદની સ્થિતિ  ખૂબ જ ગંભીર બનવાની દહેશત વ્યકત કરવામાં આવી છે.

કેન્દ્રની ટીમ આજે સવારે આવી પહોંચી છે તેઓ સિવિલ હોસ્પિટલ, એસ.વી.પી હોસ્પિટલ  તથા શહેરના કન્ટેઈન્ટમેન્ટ ઝોનની મુલાકાત લે તેવી શક્યતાઓ છે બપોરના ૧ર વાગ્યે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજનાર છે તો આરોગ્ય સચિવ- આરોગ્ય કમિશ્નર સાથે તેઓ બેઠક યોજનાર છે સાંજના ચાર વાગ્યાની આસપાસ આરોગ્યના ઉચ્ચઅધિકારીઓની ટીમ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક કરશે મુખ્યમંત્રી સાથે મીટીંગ કરીને તેવો કોરોનાની રાજયમાં સ્થિતિને  લઈને આગળ શું કરવુ તે અંગે અભિપ્રાય મેળવશે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતા ચિંતિત થયેલી કેન્દ્ર સરકારે અધિકારીઓની ટીમ મોકલી છે.

ગુજરાતમાં અત્યાર સુધી કેન્દ્રીય આરોગ્યની ટીમ ત્રણ વખત આવી છે. આ વખતે ગુજરાતમાં કોરોનાના કેસ વધવાથી કેન્દ્ર ચિંતિત થઈ ગયુ છે અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાબડતોડ મોકલ્યા છે દરમિયાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આરોગ્યના અધિકારીઓની બેઠક યોજાશે તેમાં રાજય સરકારે કેબીનેટમાં અનલોક-ર ને લઈને મેળવેલા અભિપ્રાયો અંગેની વિગતો તેમની સમક્ષ રજૂ કરશે રાજય સરકારે અનલોક-ર માં સ્થિતિ  હળવી કરવાનો ગર્ભિત ઈશારો કરી દીધો હતો હવે કેન્દ્ર સરકાર અનલોક-ર માં જનજીવન થાળે પડે અને અર્થતંત્રની ગાડી પાટે ચઢે તે અંગે કેવા નિર્ણયો લે છે તેનો સધળો આધાર કેન્દ્રની આવેલી ટીમના અભિપ્રાયો પર રહેશે.

ગુજરાતમાં કોરોનાના કેસો ચિંતાજનક હદે વધતા કેન્દ્ર સરકારે આરોગ્ય વિભાગના એકસપર્ટની ટીમ મોકલી છે જે આજે સવારે અમદાવાદ આવી પહોંચી હતી આરોગ્ય મંત્રાલયના જાઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના નેતૃત્વ હેઠળ આવેલી ટીમ જુદા-જુદા સ્થળો- હોસ્પિટલોની  મુલાકાત લઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.