કેન્દ્રની રાજ્યોને ત્રીજી વાર ચેતવણી, હોસ્પિટલોમાં જરુરી સુવિધાઓ તૈયાર રાખો

નવીદિલ્હી, કોરોના અને ઓમિક્રોનથી દેશમાં ગંભીર બનેલી રહેલી પરિસ્થિતિની વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોના ટેસ્ટિંગ વધારવાનો તથા હોસ્પિટલોમાં જરુરી સુવિધા તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે.
ભારતમાં કોરોના અને ઓમિક્રોનને કારણે આગામી દિવસમાં પરિસ્થિતિ ભયાનક બનવાના પૂરા એંધાણ છે એટલે તે કેન્દ્ર સરકારે એક અઠવાડિયામાં ત્રીજી વાર રાજ્યોને ચેતવણી આપતો પત્ર લખીને તાબડતોબ કેટલાક પગલાં ભરવાની તાકીદ કરી છે. કેન્દ્રીય હેલ્થ સેક્રેટરી રાજેશ ભુષણ દિલ્હી, હરિયાણા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક તથા ઝારખંડે આપેલી પત્ર લખ્યો કેટલીક આગોતરી તૈયારી કરી રાખવાનો ઓર્ડર કર્યો છે.રાજેશ ભુષણે લખેલા પત્રમાં એવું જણાવાયું છે કે રાજ્યોએ કોરોના ટેસ્ટિંગ વધારીને હોસ્પિટલોમાં જરુરુ સુવિધાઓ તૈયારી રાખવી પડશે તથા વેક્સિનેશનમાં ઝડપ લાવવી પડશે.
રાજ્યોનું શું ચેતવણી આપી કેન્દ્ર સરકારે
– કોરોના ટેસ્ટિંગમાં વધારો કરો
– હોસ્પિટલમાં જરુરી સુવિધા તૈયાર કરીને રાખો
– હોસ્પિટલમાં ઓક્સિજન અને પૂરતા બેડની ખાતરી રાખો
– વેક્સિનેશનમાં ઝડપ લાવો
– કેન્દ્રની સૂચનાઓનું તાકીદે પાલન કરો
ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં કેન્દ્ર સરકારે રાજ્યોને ત્રીજી આવી મોટી ચેતવણી આપી છે અને રાજ્યોને વેળાસર પગલાં ભરવાની તાકીદ કરી છે. દેશમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે તે જાેતા રાજ્યોએ હવે ઝડપી પગલાં ભરવાની જરુર છે.
કેન્દ્ર સરકારે એવું પણ જણાવ્યું કે એક વાર પરિસ્થિતિ બેકાબુ બની જશે તે પછી તેને કાબુમાં લાવવા ખૂબ વાર લાવશે તેથી સમયસર સૂચનાઓનું પાલન કરવું જાેઈએ. દિલ્હીમાં લાગુ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન મોડલ આખા દેશમાં લાગુ પાડવા અંગે પણ કેન્દ્ર સરકાર વિચાર કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.દેશમાં સતત કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો કહેર વધી રહ્યો છે.
દેશમાં અત્યાર સુધી ૨૨ રાજ્યો અને સંઘ પ્રદેશોમાં ઓમિક્રોન વેરિયન્ટે પગ પેસારો કરી દીધો છે અન કુલ ૧૦૦૦ કેસ થયા છે. જેમાં સૌથી વધુ દિલ્હીમાં ૨૬૩ કેસ નોધાય છે. જ્યારે બીજા નંબરે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના ૨૫૨ કેસો નોંધાયા છે. તેમજ ઓમિક્રોનના મામલે ગુજરાત ૯૭ કેસ સાથે ત્રીજા નંબરે છે. જ્યારે ઓમિક્રોનથી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા ૩૨૦ છે. આમ ઓમિક્રોનનો રિકવરી રેટ આશરે ૩૩ ટકાની આસપાસ છે.HS