કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા રવિવારે અમદાવાદમાં બે ફાર્મા કંપનીઓની મુલાકાત લેશે
ફાર્માસ્યુટિકલ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા તા. ૪ જુલાઈ ૨૦૨૧, રવિવારના રોજ અમદાવાદ આવશે અને ગુજરાતની બે મહત્વની ફાર્મા કંપનીઓ – ઝાયડસ કેડીલા અને હેસ્ટર બાયોસાયન્સની મુલાકાત કરશે.
ગુજરાતની ઝાયડસ કેડીલા હેલ્થકેર કોરોનાની વેક્સીન ‘ઝાયકોવ-D’ બનાવી રહી છે કે જે વિશ્વની પ્રથમ DNA આધારિત વેક્સીન છે. અમદાવાદની જ હેસ્ટર બાયોસાયન્સ ફાર્મા કંપની ભારત બાયોટેક સાથે એમઓયુ કરીને ‘કોવેક્સીન’નું ઉત્પાદન કરી રહી છે.
કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખ માંડવિયાની આ બંને ફાર્મા કંપનીની મુલાકાત ભારતના ‘વેક્સીન બાસ્કેટ’ની વૈવિધ્યતા વધારવાની સાથે વેક્સીનનું ઉત્પાદન વધારવામાં સહાયરૂપ થશે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના ‘ફ્રી વેક્સીન ફોર ઓલ’ના પરિપ્રેક્ષ્યમાં મનસુખ માંડવિયાની આવતીકાલની મુલાકાત મહત્વની રહેશે.