કેન્દ્રીય કર્મીઓને જૂનનું મોંધવારી ભથ્થુ પણ અપાશે

Files Photo
નવી દિલ્હી:કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને સપ્ટેમ્બરથી ૨૮ ટકા મોંઘવારી ભથ્થુ મળવા લાગશે. પરંતુ હવે આ વચ્ચે સમાચાર આવી રહ્યાં છે કે સરકાર જલદી જૂનનું મોંઘવારી ભથ્થુ પણ તેમાં જાેડીને આપી શકે છે. જાે તેવું થયું તો કુલ મોંઘવારી ભથ્થુ ૨૮ ટકાની જગ્યાએ ૩૧ ટકા થઈ જશે. એટલે કે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે. ઉલ્લેખનીય છે કે જૂન ૨૦૨૧નું મોંઘવારી ભથ્થુ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.
પરંતુ જાન્યુઆરીથી મે ૨૦૨૧ ના એઆઈસીપીઆઈના આંકડાના આધાર પર ૩ ટકા મોંઘવારી ભથ્થુ વધશે. જેસીએમ સેક્રેટરી (સ્ટાફ સાઇડ) શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યુ કે, જલદી તેની જાહેરાત થઈ શકે છે. હાલ તેની ચુકવણી ક્યારે થશે તે નક્કી નથી. પરંતુ મોંઘવારી ભથ્થામાં વધુ ૩ ટકાના વધારા બાદ તે વધીને ૩૧ ટકા થઈ જશે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી ૨૦૨૦માં મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો થયો હતો.
પછી જૂન ૨૦૨૦માં ત્રણ ટકાનો વધારો થયો હતો. ત્યારબાદ જાન્યુઆરી ૨૦૨૧માં તેમાં ચાર ટકાનો વધારો થયો. એટલે કે ત્રણ વધારા બાદ મોંઘવારી ભથ્થામાં કુલ ૧૧ ટકાનો વધારો થયો હતો. આમ મોંઘવારી ભથ્થુ ૨૮ ટકાએ પહોંચી ગયું છે. હવે જૂનમાં ૩ ટકાના વધારા બાદ મોંઘવારી ભથ્થુ (૧૭ ૪ ૩ ૪ ૩) પર પહોંચી જશે. કેન્દ્ર સરકારે પાછલા ૧૮ મહિનાથી ફ્રીઝ મોંઘવારી ભથ્થા પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. કર્મચારીઓના ડીએમાં ૧૧ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ ૨૮ ટકા થઈ ગયું છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને પોતાના બેસિક પે અને ગ્રેડ હિસાબથી પગારમાં વધારાનો અંદાજાે લગાવી શકાય છે.