Western Times News

Gujarati News

કેન્દ્રીય કર્મી-પેન્શનર્સનું૩ ટકા મોંઘવારી ભથ્થું વધશે

પ્રતિકાત્મક

નવી દિલ્હી, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશ ખબર આવી છે. લાંબી રાહ જાેયા બાદ મોંઘવારી ભથ્થામાં ૩%નો વધારો નક્કી થઈ ગયો છે. હવે કર્મચારીઓ અને પેન્શનર્સને ૩૪% ના હિસાબે મોંઘવારી ભથ્થુ મળશે. ઔદ્યોગિક શ્રમિકો માટે ગ્રાહક ભાવ સૂચકાંકના ડિસેમ્બર ૨૦૨૧ના સૂચકાંકમાં એક સંખ્યાઓની અછત થઈ છે. મોંઘવારી ભથ્થા માટે ૧૨ મહિનાનો સરેરાશ સૂચકાંક ૩૪.૦૪% (મોંઘવારી ભથ્થું) ની સરેરાશ સાથે ૩૫૧.૩૩ છે.

જાે કે, મોંઘવારી ભથ્થું હંમેશા પૂર્ણાંકમાં આપવામાં આવે છે. એટલે કે, જાન્યુઆરી ૨૦૨૨ થી, કુલ મોંઘવારી ભથ્થું ૩૪% નક્કી કરવામાં આવ્યું છે.
આ સમયે કર્મચારીઓને ૩૧% મોંઘવારી ભથ્થુ પહેલાથી મળી રહ્યુ છે પરંતુ જાન્યુઆરી ૨૦૨૨થી ૩% અને મોંઘવારી ભથ્થાનુ ફાયદો મળશે. સાતમા પગાર પંચની ભલામણ અનુસાર બેઝિક સેલરી પર જ મોંઘવારી ભથ્થાની ચૂકવણી કરવામાં આવે છે. આશા છે કે માર્ચમાં આનુ એલાન થઈ શકે છે. ચૂંટણીના કારણે આચાર સંહિતા લાગી છે અને તેથી સરકાર આનુ એલાન કરશે નહીં.

ઉલ્લેખનીય છે કે સરકારના આ ર્નિણયથી ૫૦ લાખ કરતા કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શનર્સને ફાયદો થશે. જે બાદ હવે આગામી મોંઘવારી ભથ્થાની ગણના જુલાઈ ૨૦૨૨માં કરવામાં આવશે. ડિસેમ્બર ૨૦૨૧ માટે એઆઈસીપીઆઈ-આઈડબલ્યુ (ઓલ ઈન્ડિયા કન્ઝ્‌યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ) ના આંકડા જારી કરી દેવાયા છે.

આ આંકડા અનુસાર, ડિસેમ્બરમાં આ આંકડો ૦.૩ ઘટાડીને ૧૨૫.૪ પર રહ્યો. નવેમ્બરમાં આ આંકડો ૧૨૫.૭ પર હતો અને ડિસેમ્બરમાં ૦.૨૪ % નો ઘટાડો આવ્યો છે પરંતુ આનાથી મોંઘવારી ભથ્થામાં વધારાની કોઈ અસર થઈ નથી. લેબર મિનિસ્ટ્રીના એઆઈસીપીઆઈ-આઈડબલ્યુના આંકડા આવ્યા બાદ એ નક્કી થઈ ગયુ છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં ૩ ટકા વધશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.