કેન્દ્રીય કેબિનેટે બજેટ ૨૦૨૨ને મંજૂરી આપી
નવી દિલ્હી, નાણા મંત્રી ર્નિમલા સીતારામણ આજે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં મધ્યમ વર્ગને ટેક્સમાં કેટલી રાહત મળશે અને ખેડૂતોને શું ભેટ મળશે તેના પર સૌની નજર ચોંટેલી હતી. તે સિવાય મહિલાઓ અને યુવાનો માટે બજેટમાં શું જાેગવાઈઓ હશે તે પણ મહત્વનું રહેશે.
કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આવી રહેલા આ બજેટથી ઈકોનોમીને બુસ્ટર ડોઝ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ભવનથી નીકળ્યા બાદ નાણા મંત્રી ર્નિમલા સીતારામણ સંસદ ભવન પહોંચ્યા હતા. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ સંસદ ભવન પહોંચ્યા હતા.
બજેટ ૨૦૨૨ને કેબિનેટની ઔપચારિક મંજૂરી મળી ગઈ છે. નાણા મંત્રી ર્નિમલા સીતારામણે બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી. રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરી અને ડો. ભગવત કરાડ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.
નાણા મંત્રી ર્નિમલા સીતારામણ વહી ખાતા લઈને રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને ૧૧ વાગ્યે બજેટ રજૂ કર્યું તે પહેલા કેબિનેટમાં ચર્ચા કરી. નાણા મંત્રી ર્નિમલા સીતારામણ ૧૧ઃ૦૦ વાગ્યે પોતાની બજેટ સ્પીચ વાંચવાનું શરૂ કર્યું. સામાન્ય રીતે બજેટ સ્પીચ ૯૦થી ૧૨૦ મિનિટની હોય છે. જાેકે, નાણા મંત્રી ર્નિમલા સીતારામણના નામે સૌથી લાંબી બજેટ સ્પીચ આપવાનો રેકોર્ડ છે.
બજેટ પહેલા શેર બજારમાં ઉત્સાહનો માહોલ જાેવા મળી રહ્યો છે. સેન્સેક્સ ૬૫૦ પોઈન્ટથી વધારે તેજી સાથે ૫૮,૭૦૦ પોઈન્ટની આસપાસ વેપાર કરી રહ્યો છે. નિફ્ટીએ પણ ૧૭,૫૦૦ પોઈન્ટના સ્તરને પાર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ૧૯ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ સેન્સેક્સ ૬૨,૨૪૫.૪૩ પોઈન્ટના લેવલ સુધી ગયો હતો જે અત્યાર સુધીનું હાઈ લેવલ છે. જાેકે ત્યાર બાદ વેપારમાં મોટા ભાગે વેચાણનો માહોલ હાવી રહ્યો છે. બજેટની કોપીઓ ભરેલી ટ્રક પણ સંસદ ભવન પહોંચી ગઈ હતી.SSS