કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે પતંગ ચગાવ્યો
અમદાવાદ: પોતાના પરિવાર સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવા માટે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુરૂવારે અમદાવાદ આવ્યા છે. અમદાવાદના થલતેજના મેપલ ટ્રી ખાતે ધાબા પર અમિત શાહે પતંગ ચગાવતા ઉત્તરાયણના તહેવારની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમણે આજે પરિવાર સાથે ભગવાન જગન્નાથના મંદિરે આશીર્વાદ લીધા હતા અને ભગવાન જગન્નાથની આરતી કરી હતી.
અહીં નોંધનીય છે કે અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણનો તહેવાર અમદાવાદમાં પોતાના પરિવાર અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ઉજવે છે. અમિત શાહે અમદાવાદમાં પતંગ ચગાવીને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી. આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથ મંદિરે પરિવાર સાથે વિશેષ પૂજા-અર્ચના કરી હતી.
ત્યારબાદ ગાય માતાની પૂજા કરી હતી. અમિત શાહની જગન્નાથ મંદિરની મુલાકાતને લઈને જગન્નાથ મંદિરમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે આજે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મેપલ ટ્રી સ્થિત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી હતી.