Western Times News

Gujarati News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા

અમદાવાદ, ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરી છે. ત્યારે હવે ભાજપની ભવ્ય જીત બાદ સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી રહી છે કે આવતી કાલે કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવી શકે છે. જેમા તેઓ હવે આગળની રણનિતી ઘડશે તેવી શક્યતા વર્તાઈ રહી છે. જાેકે આ માહિતી સૂત્રો દ્વારા સામે આવી છે.

આવતીકાલે સાંજના સમયે અમીત શાહ ગુજરાત આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. સાથેજ એવી માહિતી પણ સામે આવી રહી છે કે અમિતશાહ ૮ ઓક્ટોબરના રોજ કલોલતે કાર્યક્રમમાં હાજરી આપવાના છે. સાથેજ તેઓ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પણ અલગથી રણનીતી ઘડી શકે છે.

ગૃહમંત્રી અમિતશાહ પાનસર ગામના ગામોમાં જઈને વિકાસના કામોમાં હાજરી આપી શેકે છે. તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. સાથેજ તેઓ માણસા ખાતે તેમના કુળદેવીના પણ દર્શન કરવા માટે જઈ શકે છે. આપને જણાવી દઈએ કે અમિતશાહ દર બીજા નોરતે માણસા ખાતે તેમની કુળદેવીના દર્શન કરવા માટે જતા હોય છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પૂરજાેશમાં ૨૦૨૨ની ચૂંટણી માહોલ અત્યારથી જાેવા મલી રહ્યો છે. જેમા ગુજરાત ભાજપ પણ ઘણું સક્રિય જાેવા મલી રહ્યું છે. ત્યારે અમિતશાહના ગુજરાત પ્રવાસમાં ભાજપ દ્વારા ચૂંટણીને લઈને અલગથી રણનીતી ઘડવામાં આવશે તેવી પૂરી શક્યતા વર્તાઈ રહી છે. સાથેજ આ પ્રવાસ દરમિયાન પાર્ટીમાં મોટા ર્નિણયો લેવામાં આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.