કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨૬ માર્ચે ગુજરાતના પ્રવાસે

નવીદિલ્હી, દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે ,રાજ્યના પ્રવાસે તે ૨૬ માર્ચે આવવાના છે, ગૃહમંત્રી અમિત શાહ આવવાના હોવાથી પોલીસ તંત્ર ખડપગે તાડમાર તૈયારીમાં લાગી ગયા છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારમાં વિવિધ લોકાર્પણ કરશે અને અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.
નોંધનીય છે કે ગુજરાતના પ્રવાસે આવતા હોવાથી તે જનસભાને પણ સંબોધિત કરશે,અને કલોલ મુકામે વિવિધ વિકાસના કાર્યોનું પણ લોકોર્પણ કરશે.
ગુજરાતના પ્રવાસે આવવાના હોવાથી અનેક રાજ્યના સ્થાનિક નેતાઓ અને કાર્યક્તાઓ સાથે બેઠક પણ કરશે, આવનાર દિવસોમાં ગુજરાતની તૂંટણી યોજાવવાની છે, અને આ વખતે ચૂંટણી વહેલી યોજાવવાના સ્પષ્ટ એંધાણ વર્તાઇ રહ્યા છે.HS