Western Times News

Gujarati News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે ગુજરાત આવશે

ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કમલમ કાર્યાલયનું ખાતમહુર્ત કરવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨૨ ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ૨૨ ઓક્ટોબરને લઈ અનેક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક દિવસના પ્રવાસની રૂપરેખા જોઈએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત ચાર જેટલા કાર્યક્રમમાં હાજર રહેવાના છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રવાસની શરૂઆત આણંદથી કરવાના છે. આણંદ ખાતે આવેલી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ડાયમંડ જુબલી સેલિબ્રેશન કાર્યક્રમ અને ત્રિભોવન પટેલના બર્થ એનિવર્સરી સમારોહનું આયોજન કરવામાં આવ્યું. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા આયોજિત ડાયમંડ જુબલી સેલિબ્રેશન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજાવાનો છે. જેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પણ ઉપસ્થિતિ રહેવાના છે.

ગાંધીનગર ખાતે લેજિસ્લેટિવ ડ્રાફિં્‌ટગ તાલીમ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે ૨ઃ૦૦ વાગે વિધાનસભાના ગૃહમાં સંબોધન કરવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ક્ષેત્ર એવા ગાંધીનગર ખાતે ભાજપના નવા કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

ગાંધીનગર સેક્ટર ૮ માં આવેલા સમર્પણ કોલેજની બાજુમાં ગાંધીનગર મહાનગરના નવા કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષતામાં યોજાશે. નવા આકાર લેનારા કમલમ કાર્યાલયના ખાતમુહૂર્તમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલની, સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. મહાત્મા મંદિર ખાતે ૧૪માં અખિલ ભારતીય નાગરિક સંરક્ષણ અને ગૃહ સરક્ષણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાત્મા મંદિર ખાતે આયોજિત નાગરિક સંરક્ષણ અને ગૃહ સરક્ષણ સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજવામાં જઈ રહ્યો છે. આમ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક દિવસના પ્રવાસ અંતર્ગત વિશેષ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા છે. અગાઉ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. બે દિવસીય પ્રવાસમાં ગૃહમંત્રી અમિત શાહે તેમના સંસદીય ક્ષેત્રમાં ૨૦ થી વધુ વિકાસ કાર્યોના કાર્યક્રમમાં હાજરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.