કેન્દ્રીય ટીમના સભ્યો અમદાવાદ પહોંચશે
કેન્દ્રીય ટીમ અમદાવાદમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારોની મુલાકાત લેશે ! સાંજે મુખ્યમંત્રી સાથે બેઠક યોજશે
અમદાવાદ: અમદાવાદમાં કોરોના બેકાબૂ બન્યો છે. અમદાવાદમાં એકંદરે સ્થિતિ નિયંત્રણમમાં હોવા છતાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો થઈ રહ્યો છે. તો સુરતની સ્થિતિ બધીર થતા કેન્દ્રીય આરોગ્યની ટીમ ગઈકાલે સાંજે સીધી સુરત આવી પહોંચી હતી અને સ્થાનિક પ્રશાસનતંત્ર સાથે બેઠક યોજીને તબક્કાવાર માહિતી મેળવી હતી. સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેની પાછળના કારણો જાણવામાં આવ્યા હતા. જ્યારરે ડોક્ટરો-નર્સાે કોવિડ સેન્ટરોમાં કામગીરી બજાવતા સંક્રમિત થઈ રહ્યા છે તે સંદર્ભમાં માહિતી મેળવવામાં આવી હતી.
તમામ માહિતી મેળવવાની સાથે જરૂરી સૂચનો આપ્યા પછી કેન્દ્રીય ટીમ અમદાવાદ આવવા નીકળી ગઈ હતી. અમદાવાદમાં ટીમના સભ્યો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લઈને તેની તપાસ કરશે. સ્થાનિક લોકોને મળવાની સાથે તેઓ ડોક્ટરો-પેરામેડીકલ પર્સનને મળીને તેમની રજૂઆતો સાંભળશે. સાંજના રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક યોજશે અને કોરોનાથી ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરશે.
ઊલ્લેખનીય છે કે, આ અગાઉ કેન્દ્રીય ટીમ અવારનવાર આવી હતી ત્યારે કોર્પાેરેશનની કામગીરી સામે કેન્દ્રીય ટીમે નારાજગી વ્યક્ત કરી હતી અને પૂરતી વિગતો નહીં હોવાથી કોર્પાેરેશનના અધિકારીઓનો ઊઘડો લીધો હતો. હવે આજે કેન્દ્રીય ટીમ અમદાવાદ આવી રહી છે ત્યારે કોર્પાેરેશનની ટીમ સતર્ક થઈ ગઈ છે અને જરૂરી તમામ માહિતી પહેલેથી જ રેકર્ડ સાથે રાખવામાં આવી છે. કોર્પાેરેશનના અધિકારીઓ કેન્દ્રીય ટીમના આગમન પહેલા સજ્જ થઈ ગઈ છે.
કેન્દ્રીય આરોગ્યની ટીમ ગઈકાલે સુરત પહોંચી હતી. દરમિયાનમાં કેન્દ્રીય ટીમની સમક્ષ ડોક્ટરોએ જુદી-જુદી રજૂઆતો કરી હતી. પાસ કરીને કોવિડ સેન્ટરમાં કામ કરતા ડોક્ટરો નર્સાે સંક્રમિત થતા હોવાથી તે અંગે ચોક્કસ વ્યવસ્થા ગોઠવવાની સાથે મેડીકલપર્સનને પૂરતો આરામ નહીં મળતો હોવાની રજૂઆત કરાઈ હતી. તદઉપરાંત હોસ્પિટલોમાં બેડ ઓછા હોવાથી કોરોના દર્દીઓને બહાર જવું પડતું હોવાની વાત કેન્દ્રીય ટીમના ડો.ગુલેરીયા સમક્ષ મૂકાઈ હતી. જ્યારે કોરોનાના દર્દીઓને અપાતા ઈન્જેક્શનની અછત છે તેમ જણાવાયું હતું.
સુરતમાં કોરોના સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે અને મૃત્યુદર વધ્યો છે. ચિંતાજનક સ્થિતિને જાેતા કેન્દ્રએ ફરીથી આરોગ્ય વિભાગની ટીમના તજજ્ઞોને મોકલ્યા છે. આજે કેન્દ્રીય ટીમ અમદાવાદની મુલાકાત લઈને તમામ વિગતો એકત્રિત કરશે. અને સુરત-અમદાવાદનો અહેવાલ કેન્દ્રને સુપ્રત કરશે. સાંજના સમયે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક યોજાય તેવી શક્યતાઓ છે. કેન્દ્રની ટીમ સુરત-અમદાવાદની સાથે અન્ય શહેરોની સમીક્ષા કરશે. તથા રાજ્ય સરકાર પાસેથી વિગતો મેળવીને કોરોના હોટસ્પોટ થયેલા સુરત-અમદાવાદ વિશે ચર્ચા વિચારણા કરશે.