Western Times News

Gujarati News

કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સાથે મુખ્યમંત્રીની મુલાકાત

સી.એમ. ડેશ બોર્ડની કાર્યપધ્ધતિ નિહાળી પ્રભાવિત થયા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી શ્રી અનુરાગ ઠાકુરે ગાંધીનગરમાં સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી.  શ્રી અનુરાગ ઠાકુરે મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને સી.એમ. ડેશ બોર્ડની કામગીરી નિહાળીને ગુજરાત સરકારે જિલ્લા તાલુકા સ્તર સુધી વિવિધ યોજનાઓના ૩૦૦ જેટલા ઇન્ડીકેટર્સ દ્વારા ઓન લાઇન મોનિટરીંગની વિકસાવેલી સિસ્ટમથી પ્રભાવિત થયા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી, ઓ.એસ.ડી. શ્રી ડી. એચ. શાહ, ઉપસચિવ શ્રી હિતેશ ગોહિલ પણ ઉપસ્થિત હતા. ગુજરાતનો આ પ્રયોગ જનહિત યોજનાઓના રિયલ ટાઇમ મોનિટરીંગ માટે દિશાદર્શક છે તેવો મત પણ તેમણે વ્યકત કર્યો હતો. આ ઉપરાંત તેઓ ભાજપના કાર્યકરો સાથે પણ મુલાકાત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.