કેન્દ્રીય પ્રધાનો ૧૫-ઓગસ્ટ પછી જનઆશીર્વાદ કાર્યક્રમ યોજશે
નવીદિલ્હી: મોદી સરકારમાં સામેલ બધા નવા ૪૩ પ્રધાનોને ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ ૧૫ ઓગસ્ટ પછી જનતાથી સીધા જાેડાવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે તેઓ લોકોની વચ્ચે જાય અને તેમને સંવાદ કરે. આ સિલસિલામાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ એ તમામ પ્રધાનોને એક ચિઠ્ઠી પણ લખી છે, જેમાં જન આશીર્વાદ યાત્રા કરવામાં કહેવામાં આવ્યું છે, જેથી યાત્રાના માધ્યમથી તેઓ જનતા સાથે સીધા જાેડાઈ શકે અને તેમની સાથે સંવાદ કરી શકાય.
જન આશીર્વાદ કાર્યક્રમ હેઠળ ત્રણથી ચાર લોકસભાના ક્ષેત્રને કવર કરવાનાં રહેશે અને ૩૦૦થી ૪૦૦ કિલોમીટર યાત્રા નક્કી કરવાની રહેશે. એ યાત્રા દરમ્યાન પ્રધાનોને લોકોથી સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરવાના રહેશે. આ દરમ્યાન તેમણે સામાજિક કાર્યકર્તાઓ, સાધુ-સંતો, ધાર્મિક ગુરુ, સાહિત્યકાર, શહીદ પરિવારો અને ખેલાડીઓનાં ઘરોથી સંપર્ક કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
જન આર્શીવાદ યાત્રા ત્રણ દિવસની હશે, જે ૧૬-૧૭ અને ૧૯-૨૦ની વચ્ચે હોઈ શકે છે. એ પણ કહેવામાં આવ્યું છે કે આ પત્રનો સોશિયલ મિડિયામા ખૂબ પ્રચાર કરવામાં આવશે. જેપી નડ્ડાએ ચિઠ્ઠીમાં એ લખેલું છે કે મોદી સરકાર બનતાં કેન્દ્રીય પ્રધાન જનતાની પહોંચથી દૂર હતા, પણ મોદી સરકાર આવ્યા પછી પ્રધાન જનતાની પહોંચમાં છે અને જનતાની વચ્ચે રહેશે. એ ઉદ્દેશથી આ યાત્રા કાઢવાનો કાર્યક્રમ બન્યો છે. જેથી કેન્દ્ર સરકારના પ્રધાન જનતાની વચ્ચે જઈને તેમની સાથે સંપર્ક જાળવી રાખે. એ લોકોને પ્રધાનોની સાથે પોતાપણું લાગે.