કેન્દ્રીય પ્રધાન પરસોતમભાઇ રૂપાલાએ કોરોના વિરોધી વેક્સિન લીધી
કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ (Union Minister of the State – Agriculture & Farmers’ Welfare ) ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે શનિવારે સવારે 11 – 10ના સુમારે કોરોના રસી લીધી હતી. ત્યારબાદ અન્ય લોકો જે કોરોનાની રસી લીધા બાદ તેવા લોકો ના પણ ખબર અંતર પૂછ્યા હતા. અને પૂછ્યું હતું કે કોવિડની રસી લીધા બાદ કેવું ફીલ કરો છો તે અંગે વિગતો મેળવીને પરસોતમભાઇ રૂપાલાએ સિવિલ હોસ્પિટલના સ્ટાફ સહિત અન્ય કર્મચારીઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.