કેન્દ્રીય મંત્રીની અમરિન્દર સિંહને NDAમાં સામેલ થવા ઓફર
નવીદિલ્હી, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે દ્વારા પંજાબના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપનારા કેપ્ટન અમરિન્દર સિંહને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનમાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. મોદી સરકારમાં મંત્રી રામદાસ અઠાવલેએ કેપ્ટન અમરિન્દર સિંહને કહ્યું કે તેમણે કોંગ્રેસ છોડી દેવી જાેઈએ જ્યાંથી તેમને અપમાનિત કરવામાં આવી રહ્યા છે. આગામી વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને સત્તામાં લાવવા માટે સારા કામમાં આવી શકે છે.
રામદાસ અઠાવલેએ કહ્યું હતું કે, હું કેપ્ટન અમરિન્દર સિંહને પૂછું કે એવી પાર્ટીમાં રહેવાનો શું ફાયદો અને નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળા એનડીએમાં બધાનું સન્માન બરાબર છે. પંજાબમાં એનડીએને સત્તા પર લાવવા માટે અમરિન્દર સારા કામમાં આવી શકે છે.
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે જ્યારે સિદ્ધુ પાકિસ્તાન ગયા તો તે ગંભીર વાત હતી. તેમણે ઈમરાન ખાન અને બાજવા (સેના પ્રમુખ)ને ગળે લગાવ્યા. અમરિન્દર સિંહ યોગ્ય જ કહી રહ્યા છે કે સિદ્ધુ ધોકેબાજ છે. હાલમાં પંજાબ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી નારાજગી વચ્ચે કેપ્ટન અમરિન્દર સિંહે શનિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
રામદાસ આઠવલેએ દેશમાં કોરોના વેક્સીનેશનને લઈને રાહુલ ગાંધી પર પલટવાર કર્યો હતો અને રાહુલ ગાંધીના બધા દાવાઓને ફગાવતા કહ્યું કે કેન્દ્ર સરકાર જેટલું બની શકે વેક્સીન ઉપલબ્ધ કરાવી રહી છે. અત્યાર સુધી ૮૦ કરોડ લોકો વેક્સીન લઈ ચૂક્યા છે. રાહુલ ગાંધી શું વાત કહી રહ્યા છે? આપણે વેક્સીનેશનની બાબતે દુનિયામાં સૌથી આગળ છીએ.HS